ગોંડલના રામજી મંદિરના પૂ.હરિચરણદાસજી બાપુની તબિયત લથડી
- પૂ.હરિચરણદાસજી બાપુની તબિયત ગંભીર
- ડોકટરોની ટીમ રામજી મંદિર ખાતે પહોચી
- ભાવિકો દ્વારા બાપુના સ્વાસ્થ્યને લઇને પ્રાર્થના
રાજકોટ:ગોંડલના રામજી મંદિરના પૂ.હરિચરણદાસજી બાપુની તબિયત ગંભીર છે.જેથી ભકતોમાં ચિંતા છવાય છે.મોટી સંખ્યામાં ભાવિકો ગોંડલ રામજી મંદિર પહોંચી રહ્યા છે. પરમ પૂજ્ય 1008 હરિચરણદાસ બાપુની સારી તબિયત માટે રામજી મંદીર ખાતે રામધૂન ચાલી રહી છે. હજારો ભાવિકો દ્વારા બાપુના સ્વાસ્થ્યને લઇને પ્રાર્થના કરવામાં આવી રહી છે.
હાલ હરિચરણદાસ બાપુની સારવાર ગોંડલ રામજી મંદરિમાં ચાલી રહી છે. ડોક્ટરોની ટીમ સારવાર માટે ખડેપગે છે. ઉલ્લેખનીય છે કે,ફેબ્રુઆરી 2020માં અયોધ્યામાં હરિચરણદાસ બાપુનો પગ લપસી જતાં તેમને થાપાના ભાગમાં ઇજા પહોંચી હતી.ત્યારે વધુ સારવાર અર્થે તેમને રાજકોટ ચાર્ટડ પ્લેન મારફતે ખસેડવામાં આવ્યા હતા.
આ પહેલા કેવડિયા પાસે ગોરા આશ્રમમાં પણ બાપુની તબિયત લથડી હતી ત્યારે પણ ગોંડલથી ડોક્ટરની ટીમ ગોરા આશ્રમ ખાતે દોડી ગઇ હતી.બાદમાં સ્વાસ્થ્યમાં સુધારો આવ્યા બાદ તેઓ ગોંડલ રામજી મંદિર પરત ફર્યા હતા.