Site icon Revoi.in

ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારને હવે વર્ષમાં બે ગેસ સિલિન્ડર મફત અપાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં મોંઘવારીમાં લોકોની આર્થિક મુશ્કેલીઓ વધી છે. દરમિયાન સરકારે સામાન્ય અને ગરીબ પરિવારનોને દિવાળી પૂર્વે મોટી ભેટ આપી છે. ગરીબ-મધ્યમ વર્ગના પરિવારને વર્ષમાં બે ગેસ સિલિન્ડર મફતમાં આપવામાં આવશે. આ ઉપરાંત સીએનજી-પીએનજી વેટમાં પણ 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણયથી સામાન્ય અને ગરીબ પરિવારોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકારે રાજ્યના 38 લાખ LPG ધારકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,  ઉજ્જવલા યોજના અંતર્ગત રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગને વર્ષમાં 2 ગેસ સિલિન્ડર મફત અપાશે. ગેસ સિલિન્ડર માટેની રકમ સીધી ખાતામાં જ જમા થઇ જશે. ગેસ સિલિન્ડર માટે કુલ 650 કરોડની રાહત અપાશે. તેમજ CNG-PNG વેટમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.’

અત્રે ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર દ્વારા આજે ખેડૂતોના ખાતામાં રૂ. બે-બે હજાર જમા કરાવ્યાં હતા. આ ઉપરાંત ગરીબ પરિવારોને સસ્તા ભાવે અનાજ પુરુ પાડવામાં આવી રહ્યું છે.