પોરબંદરઃ દેશના 87 રેલવે સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સમાવેશ કરતા એમાં પાલનપુર રેલવે સ્ટેશન પણ સામેલ છે. આ રેલ્વે સ્ટેશનને વિશ્વ કક્ષાના બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે પાલનપુરના રેલવે સ્ટેશન અદ્યત્તન અને પ્રવાસીઓને વધુ સુખ-સુવિધા મળી રહે એવું બનાવાશે.
પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ મોઢવાડિયાએ જણાવ્યું હતું. કે કેન્દ્રીય રેલવે મંત્રીને પોરબંદર સહિત રાજકોટ અને સૌરાષ્ટ્ર ગુજરાતના રેલ્વે સ્ટેશન વિકસાવવા માટે ભલામણ કરવામાં આવી હતી. અને કેન્દ્રના બજેટમાં પોરબંદર સહિત ગુજરાતના 87 રેલવે સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિશ્વ કક્ષાના બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર સહિત દેશના 87 રેલવે સ્ટેશનને વિશ્વ કક્ષાના બનાવવાની જાહેરાત કરવામાં આવી હોવાની ખુશી વ્યક્ત કરવામાં આવી છે. રેલ્વે દ્વારા ફલાઈ ઓવર અને અંડર બ્રિજ બનાવવામાં આવ્યા છે, તેમજ વન સ્ટેશન વન પ્રોડકટ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. આ વિકાસલક્ષી સુવિધાઓ પૂરી પાડવા માટે કેન્દ્ર સરકારે મહત્વની જાહેરાત કરી છે, તેને જિલ્લા ભાજપે આવકારી છે. બજેટમાં રેલવે માટે ઘણી જાહેરાત કરવામાં આવી છે. જેમાં બે લાખ ચાલીસ હજાર કરોડના ખર્ચે રેલવેની નવી લાઈનો નાખવી નવી ટ્રેનો સહિતના કામોમાં ખર્ચ કરવામાં આવશે. અને 2026 સુધીમાં મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન શરૂ થાય તેવી સંભાવના છે, ત્યારે આ તમામ જાહેરાતને ભાજપે આવકારી છે.
પોરબંદર એ મહાત્મા ગાંધીજીની જન્મ ભૂમિ છે. દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ પોરબંદરના કિર્તી આશ્રમની મુલાકાતે આવતા હોય છે. ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રે પણ પોરબંદર જિલ્લાનો સારોએવો વિકાસ થયો છે. એટલે પોરબંદર આવવા અને જવા માટે રેલવેના પ્રવાસીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે પોરબંદરનું રેલવે સ્ટેશનને વૈશ્વિક કક્ષાનું બનાવવાના નિર્ણયથી જિલ્લાની જનતાને ફાયદો થશે