Site icon Revoi.in

પોરબંદર- સાંતરાગાછી કવિગુરૂ એક્સપ્રેસ ટ્રેનને અપ-ડાઉનમાં સુરેન્દ્રનગરનું સ્ટોપેજ અપાશે

Social Share

રાજકોટઃ પોરબંદર- સાંતરાગાછી અને સાંતરાગાછી- પોરંબંદર કવિગુરૂ એક્સપ્રેસ ટ્રેનને સુરેન્દ્રનગર સ્ટોપેજ આપવા  છેલ્લા ઘણા સમયથી માગણી કરવામાં આવતા હતી. આખરે રેલવેએ માગણી સ્વીકારીને ટ્રેનને સુરેન્દ્રનગર સ્ટોપેજ આપવાની માગણીનો સ્વીકાર કર્યો છે. આગામી તા. 22 ઓગસ્ટે સવારે 10:30 કલાકે કેન્દ્રીય રાજ્ય મંત્રી, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને આયુષ મંત્રાલય ડૉ. મહેન્દ્ર મુંજપરા દ્વારા સુરેન્દ્રનગર સ્ટેશન પર ઉપરોક્ત ટ્રેનોના સ્ટોપેજનું સ્વાગત કરવામાં આવશે.

પશ્વિમ રેલવે દ્વારા ઝાલાવાડના લોકોની માગણીનો સ્વીકાર કર્યો છે. જેમાં ટ્રેન નંબર 12949 પોરબંદર-સાંતરાગાછી તેમજ ટ્રેન નંબર 12950 સાંતરાગાછી-પોરબંદર કવિગુરુ એક્સપ્રેસને પ્રાયોગિક ધોરણે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તા. 22 ઓગસ્ટે સવારે 10:30 કલાકે કેન્દ્રીય રાજ્ય મંત્રી, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને આયુષ મંત્રાલય ડૉ. મહેન્દ્ર મુંજપરા દ્વારા સુરેન્દ્રનગર સ્ટેશન પર ઉપરોક્ત ટ્રેનોના સ્ટોપેજનું સ્વાગત કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 12950 સાંતરાગાછી-પોરબંદર કવિગુરુ એક્સપ્રેસ 22 ઓગસ્ટ, 2023થી સુરેન્દ્રનગર સ્ટેશન પર દર મંગળવારે 11.01 કલાકે આવશે અને 11.03 કલાકે ઉપડશે. તેવી જ રીતે, ટ્રેન નં. 12949 પોરબંદર-સાંતરાગાછી કવિગુરુ એક્સપ્રેસ 25 ઓગસ્ટ, 2023થી સુરેન્દ્રનગર સ્ટેશન પર દર શુક્રવારે 15.06 કલાકે આવશે અને 15.08 કલાકે ઉપડશે. આ અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરોએ વેબસાઈટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લેવી જરૂરી છે.

સૂત્રોએ ઉમેર્યું હતુ કે,  પોરબંદર-સાંતરાગાછી અને સાંતરાગાછી-પોરબંદર કવિગુરુ એક્સપ્રેસને સુરેન્દ્રનગર સ્ટેશન ઉપર સ્ટોપેજ આપવા માટેની અનેક રજૂઆતો કરવામાં આવી હતી. લાંબા સમયથી આ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આ પ્રયાસો સફળ રહેતા હાલમાં તો પ્રાયોગિક ધોરણે આ બંને ટ્રેનોને સુરેન્દ્રનગરમાં સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવાયો છે. જેને પગલે સુરેન્દ્રનગર અને તેની આસપાસમાં રહેતા ગ્રામ્ય વિસ્તારના લોકોને મોટો લાભ મળશે.(File photo)