મુંબઈઃ પોર્નોગ્રાફી ફિલ્મ પ્રકરણમાં રાજ કુંદ્રા અને તેમની પત્ની એક્સટ્રેસ શિલ્પા શેટ્ટીની મુશ્કેલીમાં વધારો થયો છે. મુંબઈ ક્રાઈમબ્રાન્ચની નજરમાં પંજાબ નેશનલ બેંકના એ એકાઉન્ટ છે જે રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીએ મળીને ખોલાવ્યાં હતા. આ એકાઉન્ટમાં કરોડો રૂપિયાના ટ્રાંજેક્શન થાય છે. ક્રાઈમ બ્રાન્ચને શંકા છે કે, હોટશોર્ટ એપ અને બોલી ફેમ એપથી થતી આવક આ એકાઉન્ટમાં જમા થતી હતી.
ક્રાઈમબ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું થે કે, સીધુ ટ્રાન્જેક્શન થતું ન હતું. પરંતુ ઈનડાયરેક્ટલી અલગ-અલગ એકાઉન્ટમાંથી નાણા જમા થતા હતા. ક્રાઈમબ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર તેને ટેકનિક ભાષામાં પ્લેસમેન્ટ, લેપરિંગ, ઈન્ટીગ્રેશનની મોડસ ઓપરેન્ડી કહેવાય છે.
23મી જુલાઈએ જ્યારે ક્રાઈમબ્રાન્ચની ટીમે શિલ્પા શેટ્ટીના ઘરે તપાસ કરી ત્યારે આ એકાઉન્ટ અંગે પણ પૂછપરછઝ કરવામાં આવી હતી. હાલ ક્રાઈમ બ્રાન્ચ આ બેંક ખાતામાં થયેલા નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે.
આ જ બેંકમાં રાજ કુંદ્રાનું અન્ય એક એકાઉન્ટ છે જે માત્ર તેમના નામ ઉપર છે. જો કે, વર્ષ 2016 પછી આ એકાઉન્ટમાં કોઈ ટ્રાન્જેશન થયાં નથી. એટલું જ નહીં આ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ પણ મેન્ટન નથી કરાયું.
અત્રે ઉલ્લેખનીય છે કે, બોમ્બે હાઈકોર્ટમાં રાજ કુંદ્રાની જામીન અરજી પર સુનાવણી છે. રાજ કુંદ્રા ઉપર આરોપ છે કે, તે પોર્નોગ્રાફી ફિલ્મ રેકેટમાં સંડોવાયેલા છે. તેમણે કથિત રીતે અશ્લિલ ફિલ્મો બનાવી અને એપ મારફતે અપલોડ કરી હતી. આ પ્રકરણમાં ક્રાઈમબ્રાન્ચ ઉંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. જેથી આગામી દિવસોમાં આ કેસમાં નવા ખુલાસા થવાની શકયતા છે.