1. Home
  2. ગુજરાતી
  3. પોષણ જ્ઞાન – પોષણ સંબંધિત ડિજિટલ માહિતી સંગ્રહ કેન્દ્ર
પોષણ જ્ઞાન – પોષણ સંબંધિત ડિજિટલ માહિતી સંગ્રહ કેન્દ્ર

પોષણ જ્ઞાન – પોષણ સંબંધિત ડિજિટલ માહિતી સંગ્રહ કેન્દ્ર

0
Social Share

(મિતેષ સોલંકી)

  • નીતિ આયોગની સાથે બિલ અને મેલિંડા ગેટ્સ તેમજ અશોક યુનિવર્સિટીની સંયુક્ત ભાગીદારીથી “પોષણ જ્ઞાન” પોર્ટલ તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું.
  • પોષણ જ્ઞાન એક ડિજિટલ માહિતી સંગ્રહ કેન્દ્ર છે જ્યાં આરોગ્ય અને પોષણ સંબંધિત રાષ્ટ્રીય કક્ષાની માહિતી એકઠી કરવામાં આવશે.
  • જે લોકો/સંસ્થાઓ પોષણ સંબંધિત ક્ષેત્રમાં કામ કરે છે તેઓ પોષણ જ્ઞાન ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પોષણ સંબંધિત માહિતી સીધી જ મેળવી શકશે.
  • આ ઉપરાંત પોષણ જ્ઞાન પોર્ટલ ઉપર સહાયક આહાર, બાળકના જન્મ પહેલા લેવાની જરૂરી સંભાળ, એનીમિયા અટકાવવાના ઉપાયો વગેરેની માહિતી પણ મળી રહેશે.
  • તાજેતરમાં પ્રકાશિત વૈશ્વિક ભૂખમરા સૂચકાંક-2020માં કુલ 107 દેશોમાંથી ભારતનો ક્રમ 94માં આવ્યો જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ભારતમાં પોષણ સંબંધિત ઘણા પ્રશ્નો છે.
  • પોષણ સંબંધિત પ્રશ્નોના નિવારણ માટે ભારત સરકારે રાષ્ટ્રીય પોષણ અભિયાન શરૂ કર્યું છે જે બાળકો, ધાત્રી માતા તેમજ ગર્ભવતી સ્ત્રીઓમાં પોષણસ્તર સુધારવા પર ધ્યાન આપે છે.
  • ઉપરોક્ત તમામ પગલાં લેવા પાછળ ભારત સરકારનો એક માત્ર ધ્યેય છે કે વર્ષ-2022 સુધીમાં “કુપોષણ મુક્ત ભારત” તૈયાર કરવું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code