(મિતેષ સોલંકી)
- નીતિ આયોગની સાથે બિલ અને મેલિંડા ગેટ્સ તેમજ અશોક યુનિવર્સિટીની સંયુક્ત ભાગીદારીથી “પોષણ જ્ઞાન” પોર્ટલ તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું.
- પોષણ જ્ઞાન એક ડિજિટલ માહિતી સંગ્રહ કેન્દ્ર છે જ્યાં આરોગ્ય અને પોષણ સંબંધિત રાષ્ટ્રીય કક્ષાની માહિતી એકઠી કરવામાં આવશે.
- જે લોકો/સંસ્થાઓ પોષણ સંબંધિત ક્ષેત્રમાં કામ કરે છે તેઓ પોષણ જ્ઞાન ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પોષણ સંબંધિત માહિતી સીધી જ મેળવી શકશે.
- આ ઉપરાંત પોષણ જ્ઞાન પોર્ટલ ઉપર સહાયક આહાર, બાળકના જન્મ પહેલા લેવાની જરૂરી સંભાળ, એનીમિયા અટકાવવાના ઉપાયો વગેરેની માહિતી પણ મળી રહેશે.
- તાજેતરમાં પ્રકાશિત વૈશ્વિક ભૂખમરા સૂચકાંક-2020માં કુલ 107 દેશોમાંથી ભારતનો ક્રમ 94માં આવ્યો જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ભારતમાં પોષણ સંબંધિત ઘણા પ્રશ્નો છે.
- પોષણ સંબંધિત પ્રશ્નોના નિવારણ માટે ભારત સરકારે રાષ્ટ્રીય પોષણ અભિયાન શરૂ કર્યું છે જે બાળકો, ધાત્રી માતા તેમજ ગર્ભવતી સ્ત્રીઓમાં પોષણસ્તર સુધારવા પર ધ્યાન આપે છે.
- ઉપરોક્ત તમામ પગલાં લેવા પાછળ ભારત સરકારનો એક માત્ર ધ્યેય છે કે વર્ષ-2022 સુધીમાં “કુપોષણ મુક્ત ભારત” તૈયાર કરવું.