અર્થ વ્યવસ્થામાં સકારાત્મક અસર – આરબીઆઈના જણાવ્યા પ્રામણે ઉત્પાદન ક્ષેત્રની માગમાં સુધારો
- અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત
- બીજા ક્વાર્ટરમાં વેચાણમાં સંકોચન 4.3 ટકા સુધી મર્યાદિત રહ્યો
દિલ્હીઃ- ભારતીય રિઝરિવ બેંકના આંકડાઓ પ્રમાણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઉત્પાદન ક્ષેત્રમાં માંગની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે અને કોરોના વાયરસ મહામારીના પ્રભાવિત વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં વેચાણમાં સંકોચન 4.3 ટકા સુધી મર્યાદિત રહ્યો છે.
લોકડાઉનના કારણે ઉત્પાદ ક્ષેત્રમાં ઘટાડો થયો હતો,
- ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે સમગ્ર દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જેના કારણે ઉત્પાદન ક્ષેત્રમાં પ્રથમ ક્વાટરમાં 41.1 ટકાનો ઘટાડો નોંધાયો હતો, વર્ષ 2020-21ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન ખાનગી કોર્પોરેટ ક્ષેત્રના પ્રદર્શન પ્રમાણે આયર્ન અને સ્ટીલ, ખાદ્ય પદાર્થો, સિમેન્ટ, ઓટોમોબાઈલ અને ફાર્માસ્યુટિકલ કંપનીઓએ સુધારા માટેની આગેવાની કરી હતી.
- આંકડાઓ પ્રમાણ એપ્રિલ જુન મહિના દરમિયાન ઉત્પાદન કંપનીઓએ 5 લાખ 99 હજાર 479 કરોડ રુપિયાનું વેચાણ કર્યું હતું જ્યારે પાછલાના ત્રિસામિક ગાળામાં 3 લાખ 97 હજાર 233 કરોડ રુપિયા હતું.
- , મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ એપ્રિલ-જૂન મગિનાના સમયગાળા દરમિયાન રૂ. 5,99,479 કરોડનું વેચાણ કર્યું, જે અગાઉના ત્રિમાસિક ગાળામાં રૂ. 3,97,233 કરોડ હતું.
- આરબીઆઈએ જણાવ્યું હતું કે આ આંકડો 2,637 લિસ્ટેડ બિન-સરકારી બિન-નાણાકીય (એનજીએનએફ) કંપનીઓના ત્રિમાસિક નાણાકીય પરિણામ પરથી લેવામાં આવ્યો છે.
- આરબીઆઈએ કહ્યું કે આ સમયગાળા દરમિયાન આઇટી ક્ષેત્રનું વેચાણ 3..6 ટકા પર સ્થિર રહ્યું છે.
- બીજા ક્વાર્ટર દરમિયાન નોન-આઇટી કંપનીઓ અને આઈટી કંપનીઓનું વેચાણ અનુક્રમે 8082 કરોડ અને 101,353 કરોડ રુપિયા થયું છે.