Site icon Revoi.in

ભારતમાં કોરોનાનો પોઝિટિવ રેટ 9.28 ટકા, સરકાર અને લોકોની ચિંતામાં વધારો

Social Share

દિલ્હી: કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશમાં સતત વધી રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,41,986 કોરોનાના  પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે  40,895 લોકોએ કોરોનાને માત આપી  છે અને છેલ્લા 24 કલાકમાં 285 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.

હાલમાં ભારતમાં કુલ 4,72,169  એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 150.06 કરોડ વેક્સિનના ડોઝ લોકો  લઈ ચૂક્યા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 3,44,12,740 લોકો ડિસ્ચાર્જ થયા છે અને  ભારતમાં  કુલ 4,83,178 લોકોના કોરોનાથી મોત થયા છે.ભારતમાં હાલ કોરોનાનો દૈનિક પોઝિટિવ રેટ  9.28% એ પહોંચ્યો છે.

ઉલ્લેખનીય છે કે,નવો વેરિયન્ટ કે જે અત્યારે વિશ્વના મોટાભાગના દેશોમાં જોવા મળી રહ્યો છે તે ઓમિક્રોન વેરિયન્ટના કારણે મોટાભાગના દેશોમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે. જો લોકો દ્વારા અત્યારે સતર્ક થવામાં આવશે નહીં તો આ કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે, જાણકારો દ્વારા તે પણ અંદાજ લગાવવામાં આવ્યો છે કે આવતા મહિના સુધીમાં ભારતમાં 5 લાખ કેસ પ્રતિદિન જોવા મળી શકે છે.