ભારતીય શેરબજારની શરૂઆત લીલા નિશાને થઈ હતી.શરૂઆત સેશનમાં 300 અંકના વધારા સાથે સેન્સેક્સ 21 હજાર 800ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. તો, નિફ્ટીમાં પણ 80 અંકના ઉછાળા સાથે 21 હજાર 800 પર કારોબાર ચાલી રહ્યો છે.
ભારતી એયરટેલ, ટીસીએસ, અલટ્રાટેક સિમેન્ટના શેર્સ નિફ્ટીમાં ટોપ ગેનર છે. યસ બેંકનો શેર આજે સૌથી વધુ 11 ટકા ઉછળ્યો. તો, પાવર ગ્રીડ કોર્પોરેશન, એનટીપીસી, હિન્ડાલકો, એક્સિસ બેંક અને એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સનો શેર્સ ટોપ લૂઝર છે. એકંદર બજારમાં સૌથી વધુ ખરીદી ઓટો, આઈટી અને ફાર્મા સેક્ટરમાં છે જ્યારે વેચાણ મેટલ અને બેન્કિંગ સેક્ટરમાં છે.