- ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત
- આજથી ત્રણ દિવસ હિટવેવની શક્યતા
- હવામાન વિભાગે કરી આગાહી
અમદાવાદ:ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે.રવિવારે શહેરમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર પહોંચ્યો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ,હજુ ત્રણ દિવસ હીટવેવની શક્યતા છે.આજરોજ સાબરકાંઠા, મહેસાણા,પાટણમાં અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ હિટ વેવની સંભાવના છે.જયારે 5 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં ગીર સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની અસર જોવા મળશે.તો 6 એપ્રિલના રોજ બનાસકાંઠા અને કચ્છમાં હિટવેવની શક્યતા છે.
રવિવારે દિવસ દરમિયાન અનેક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં અમદાવાદમાં 42 ડિગ્રી, ગાંધીનગરમાં 42 ડિગ્રી, અમરેલીમાં મહત્તમ 42 ડિગ્રી, રાજકોટમાં 41 ડિગ્રી, જૂનાગઢમાં 41 ડિગ્રી, ઈડરમાં 41 ડિગ્રી,વડોદરામાં 41 ડિગ્રી અને ડીસામાં મહત્તમ 41 ડિગ્રી અને કચ્છમાં મહત્તમ 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.જ્યારે બાકીના શહેરોમાં પણ ગરમીનો પારો વધી રહ્યો છે. જેના લીધે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે.
આ ઉપરાંત આજથી ત્રણ દિવસ હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે.કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાલનપુરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.તો અમદાવાદ શહેરમાં હજી પણ ગરમીનો પારો ઉપર જશે.જેને લઇ અમદાવાદમાં યલો અલર્ટ જાહેર કરાયું છે.તો બીજી તરફ કાળઝાળ ગરમીને પગલે લોકોને કામ વિના ઘરની બહાર ન નીકળવા માટે હવામાન વિભાગે અપીલ કરી છે. તો શરીરને સનસ્ટ્રોક અને ડીહાઈડ્રેશનથી બચાવવા ભરપૂર માત્રામાં લીંબુપાણી પીવાના સુચન કરાયા છે.
સિઝનની શરૂઆતથી જ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેના કારણે એસી અને કુલરની માંગમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. સામાન્ય દિવસો કરતા ઉનાળાની સીઝનમાં એસી કુલરમાં વેચાણ વધારે રહેતું હોય છે.