અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ધોરણ 11માં અને ડિપ્લામામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓમાં ધસારો વધશે. ધોરણ 10 પછીના ડિપ્લોમાંના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને કઈ રીતે પ્રવેશ આપવો તે અંગે શિક્ષણ વિભાગ દ્વારા વિચારણા ચાલી રહી છે. ડિપ્લોમામાં 60 હજાર જેટવી બેઠકો ઉપલબ્ધ છે. ધા. 10ની પરીક્ષામાં તમામને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. એટલે ક્યા મેરીટને આધારે પ્રવેશ આપવો તે પ્રશ્ન મુંઝવી રહ્યો છે, ત્યારે આ સંજોગામાં કદાચ ડિપ્લામામાં પ્રવેશ આપવા માટે એક એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે તેવી શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ના ૮ લાખ કરતા વધુ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ મોશન આપવા નિર્ણય કર્યો છે. તેના કારણે ધો. 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે નહીં. બોર્ડની માર્કશીટમાં પણ દરેક વિષયમાં પ્રમોશન લખવામાં આવશે. એટલે મેરીટ કઈરીતે બનાવવું તે પ્રશ્ન છે. જોકે ડિપ્લામાંના અભ્યાસક્રમોમાં કઈ રીતે પ્રવેશ આપવો તે કમિટી નક્કી કરશે. પણ શિક્ષણ વિભાગના કેટલાક અધિકારીઓનું માનવું છે, કે રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ધોરણ 12ની પરીક્ષા લેવાઈ ગયા બાદ ડિપ્લામામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની એન્ટ્રન્સ ટેસ્ટ લઈને તેના મેરીટને આધારે પ્રવેશ આપવા જોઈએ.સીબીએસઈએ ઈટરનલ માર્ક ના આધારે માર્કશીટ તૈયાર કરવાની જાહેરાત કરી છે.
જ્યારે રાજ્યના ટેકનિકલ બોર્ડના એક અધિકારીના જણાવ્યા મુજબ દરેક વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યુ હોવાથી તમામ વિદ્યાર્તીઓ પ્રવેશ માટે એલિઝિબલ ગણાય, વિદ્યાર્થીઓને કઈં રીતે પ્રવેશ આપવો તે હજુ નક્કી કરાયુ નથી પણ સરકાર તરફથી જે કંઈ સુચના આવશે તેનું અમે પાલન કરીશું.