1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ચક્રવાત ‘યાસ’ બાદનો નજારોઃ- ઓડિશા અને બંગાલના કાંઠા વિસ્તારો ટાપુમાં ફેરવાયાઃ- અનેક જીલ્લામાં ભારે વરસાદની આગાહી
ચક્રવાત ‘યાસ’ બાદનો નજારોઃ- ઓડિશા અને બંગાલના કાંઠા વિસ્તારો ટાપુમાં ફેરવાયાઃ- અનેક જીલ્લામાં ભારે વરસાદની આગાહી

ચક્રવાત ‘યાસ’ બાદનો નજારોઃ- ઓડિશા અને બંગાલના કાંઠા વિસ્તારો ટાપુમાં ફેરવાયાઃ- અનેક જીલ્લામાં ભારે વરસાદની આગાહી

0
Social Share
  • ચક્રવાત યાસની અસર બંગાલ અને ઓડિશામાં
  • 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી
  • અનેક સ્થળો ટાપૂમાં ફેરવાયા

દિલ્હીઃ- છેલ્લા 2 દિવસથી ચક્વાત યાસને લઈને અનેક તારાજીના દ્ર્શ્યો સર્જાઈ રહ્યા છએ ત્યારે બંગાલ અને ઓડિશામાં ચક્રવાત યાસને લઈને હવામાન વિભાગે બંગાલના 11 જીલ્લાઓમાં અને ઓડિશાના 9 જીલ્લાઓમાં આવનારા 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી કરી એલર્ટ જારી કર્યું છે,

આ જીલ્લાઓમાં બંગાલના પુરુલિયા, નાદિયા, મુર્શિદાબાદ, પૂર્વ વર્ધમાન. હાવડા, ઝારગ્રામ, બાંકુરા, દક્ષિણ અને ઉત્તર24 પરાગાના, દાર્જિલિંગ અને કાલિમપોંગમાં ભારથી અતિભારે વરસાદની શક્યતાો સેવાઈ રહી છે, તો બીજી તરફ ઓડિશાના બાલાસોર,ભદ્રક, જાજપુર, કેન્દ્રપારા, જગતસિંહપુર, કટક, યૂરભંજ,કિઓંઝારમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઓડિશાના વિશેષ રાહત કમિશનર પી.કે. જેનાએ જણાવ્યું હતું કે રાજ્યના 36 બ્લોકમાં 304 એમએમ સુધી વરસાદ નોંધાયો છે. 37 બ્લોકમાં 55-110 મીમી વરસાદ થયો હતો. છેલ્લા 24 કલાકમાં એકલા ભદ્રક જિલ્લાના જ ચાંદબાલીમાં 288.3 મીમી વરસાદ નોંધાયો હતો.

કેન્દ્રપરામાં રાજાકનિકામાં 255 મીમી વરસાદ નોંધાયો હતો. જેના કારણે ગામડાઓમાં પાણી ભરાયા હતા, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પાણી કાઢવા માટે યોગ્ય પગલા લેવામાં આવી રહ્યા છે. વરસાદને પગલે બુધબલાંગ નદીમાં પાણીનું સ્તર જોખમના નિશાનથી માત્ર છ પોઇન્ટ નીચે પહોંચી ગયું હતું. થાંભલા તૂટી જવાને કારણે જગતસિંગપુર, કેન્દ્રપરા અને જાજપુર જિલ્લામાં વીજ પુરવઠો અટવાયો હતો, જો કે વહીવટી તંત્રએ તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરી દીધી હતી.

ચક્રવાતના તાંડવ બાદ રાહત કાર્ય માટે સેના,નૌસેના અને એનડીઆરએફની ટીને ભારે જહેમત ઉઠાવી હતી, અનેક ગામોમાંથી પાણઈના નિકાલ કરવામાં આવી રહ્યો છે,.રસ્તાઓ પર પડેલા વૃક્ષોને હટાવવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે, રસ્તાઓ સાફ કરવામાં આવી રહ્યા છે

સેનાના એક અધિકારીએ કહ્યું કે બંગાળમાં વહીવટને મદદ કરવા માટે, દરેક મોર્ચે રાહત સૈન્યની 17 કોલમ મૂકવામાં આવી છે. આ સૈનિકોએ દિખામાં ફસાયેલા 32 લોકોને બહાર કાઢ્યા અને સલામત સ્થળે ખસેડ્યા હતા. તૂટેલા ઇલેકટ્રીક થાંભલાઓની મરામતનું કામ પણ ઝડપથી ગતિએ ચાલી રહ્યું છે જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો વહેલી તકે પુનઃસ્થાપિત કરી શકાય.

ચક્રવાત યાસને કારણે ભારે વરસાદ વચ્ચે દરિયાઈ પાણી રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ્યું. પરિસ્થિતિ વધુ વણસી જતા સેનાએ સત્તા સંભાળી. પૂર્વ મેદનીપુરના રામનગર વિસ્તારમાં, સૈન્યના જવાનોએ લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code