Site icon Revoi.in

રાખડીઓની ડિલિવરીને પહોંચી વળવા માટે રવિવારે પણ પોસ્ટ ઓફિસો ખૂલ્લી રહેશે

Social Share

અમદાવાદઃ રક્ષાબંધનના પર્વને હવે ચાર-પાંચ દિવસ બાકી રહ્યા છે. બહેનો દ્વારા પોતાના બહારગામ રહેતા ભાઈઓને કૂરિયર કે પોસ્ટ દ્વારા રાખડીઓ મોકલવામાં આવતા હોય છે. અને બહાર રહેતી બહેનો પણ પોતાના ભાઈઓને રાખડીઓ પોસ્ટ દ્વારા મોકલવામાં આવતી હોય છે. આ વખતે પોસ્ટ વિભાગ દ્વારા રાખડીઓ માટે વોટરપ્રુફ કવરો બનાવવામાં આવ્યા છે. રક્ષાબંધન પહેલા જ ભાઈઓને રાખડીઓ મળી જાય તે માટે પોસ્ટ વિભાગના કાર્મચારીઓ રાતના 8 વાગ્યા સુધી કામગીરી કરી રહ્યા છે. તેમજ આગામી તા. 18મી ઓગસ્ટને રવિવારે જાહેર રજાના દિવસે પણ અમદાવાદ શહેરની તમામ પોસ્ટ કચેરીઓ કાર્યરત રહેશે. અને ટપાલીઓ દ્વારા રાખડીઓની ડિલિવરી પણ કરવામાં આવશે.

દેશભરમાં તા.19મી ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર મનાવાશે. બહારગામ રહેતા ભાઈઓને બહેનો દ્વારા પોસ્ટ દ્વારા રાખડી મોકલવામાં આવતી હોય છે. આવા સંજોગોમાં પોસ્ટ ઓફિસોમાં મોટી સંખ્યામાં રાખડીના કવર તેમજ ગિફ્ટનું બુકિંગ થઈ રહ્યું છે. પોસ્ટ ઓફિસોમાં લોકોના ધસારાને ધ્યાનમાં રાખી પોસ્ટ વિભાગ દ્વારા રાખડી તેમજ ગિફ્ટ પહોંચાડવા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. જેમાં અમદાવાદ સહિત રાજ્યભરની તમામ પોસ્ટ ઓફિસોમાં રાખડીના બુકિંગ માટે 17 ઓગસ્ટ સુધી રાતે 8 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે. વરસાદી સિઝનમાં રાખડી પલળે નહીં તે માટે 10 રૂપિયાની કિમતમાં વિશેષ વોટરપ્રૂફ કવરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે શહેરના નેશનલ શોર્ટિંટ હબ શાહીબાગ ઓફિસમાં 24 કલાક બુકિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. બુક થયેલા આર્ટિકલની ઝડપથી ડિલિવરી થઈ શકે તે માટે નોકરી સમય બાદ પણ કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે. તેની સાથે તમામ ભાઈઓ સુધી રક્ષાબંધનના દિવસે 19મી સુધીમાં રાખડી મળી રહે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા 18મીએ રવિવારની રજા હોવા છતાં પણ બુક થયેલી રાખડી તેમજ ગિફ્ટ આર્ટિકલની ડિલિવરી ચાલુ રખાશે.

પોસ્ટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ તમામ પોસ્ટ ઓફિસમાં સ્પીડ પોસ્ટથી રાખડીના બુકિંગ માટે વિશેષ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે. તેની સાથે જ રાખડી ક્યાં પહોંચી તેનું ઈન્ડિયા પોસ્ટની વેબસાઈટ પર ટ્રેકિંગ પણ કરી શકાય છે. સ્પીડ પોસ્ટમાં લોકલમાં બુકિંગ માટે રૂ.19 તેમજ દેશભરમાં મોકલવા માટે રૂ.41 પ્રતિ 50 ગ્રામ સુધીનો ચાર્જ લેવાશે.

#RakshaBandhan2024 #IndiaPost #SpecialDelivery #SpeedPost #WaterproofCovers #RakhiDelivery #PostOfficeServices #PostalService #RakhiCelebration #FestivalDelivery #CourierServices #AhmedabadPostOffice