Site icon Revoi.in

જ્હાનવી કપૂરની ફિલ્મ ‘ગૂડ લક જૈરી’નું પોસ્ટર રિલીઝ – ફિલ્મ OTT પ્લેટફોર્મ પર આવતા મહિને થશે રિલીઝ

Social Share

 

મુંબઈ– બોલિવૂડની જાણીતી પીઢ અભિનેત્રી શ્રીદેવીની પુત્રી બોલિવૂડમાં પોતાનું નામ બનાવી રહી છે ,તેણે થોડી ઘણી બોલિવૂડની ફિલ્મો કરી છે જો કે હવે ફરી  એક ફિલ્મ ‘ગુડ લક જૈરી’માં દર્શકોને જોવા મળવાની છે,આ સાથે જ આ ફિલ્મનું પોસ્ટર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

જ્હાનવી એ પોતાની ફિલ્મના 2 પોસ્ટર પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શેર કર્યા છે. આ પોસ્ટર્સ શેર કરવાની સાથે જ જ્હાન્વીએ ફિલ્મની રિલીઝ ડેટ જોહેર કરી છે ,એક પોસ્ટરમાં જ્હાન્વી ડરી રહેલી અને પોતાના ગયેલા હાથમાં બંદૂક પકડેલી જોવા મળી રહી છે. તો બીજા પોસ્ટરમાં જ્હાન્વી એક બોક્સની પાછળ છુપાયેલી છે. ર એક બાજુ લંચ બૉક્સમાં મેગી રાખવામાં આવી છે. તો બીજી બાજુ મોમોઝ. બંને પોસ્ટર ખૂબ જ રસપ્રદ છે.

જ્હાનવી કપૂર સ્ટારર ફિલ્મનું નિર્દેશન  સિદ્ધાર્થ સેને કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ આનંદ એલ રાય, સુબાસ્કરન અને મહાવીર જૈન દ્વારા કરવામાં આવી રહ્યું છે. જાણકારી પ્રમાણે  આ ફિલ્મ સાઉથની ફિલ્મની રિમેક છે. આ ફિલ્મમાં જ્હાન્વી લીડ રોલમાં છે. ફિલ્મનું શૂટિંગ પંજાબ અને ચંદીગઢમાં કરવામાં આવ્યું છે

https://www.instagram.com/disneyplushotstar/?utm_source=ig_embed&ig_rid=5d31a5df-c429-478d-98ed-e55eda487585

પોસ્ટર શેર કરીને અભિનેત્રી  જ્હાન્વીએ લખ્યું, ‘નીકળી પડી છું એક નવા એન્ડવેન્ચર પર ગૂડ લક નહી કહો ? ગુડ લક જૈસી  29 જુલાઈથી ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.જ્હાનવી ની આ ફિલ્મની ખૂબ લોંગ ટાઈમથી ઈન્તઝાકર કરવામાં આવી રહ્યો છે.