1. Home
  2. ગુજરાતી
  3. શિલ્પા શેટ્ટીની અપકમિંગ કોમેડી ફિલ્મ “નિકમ્મા’નું નવુ પોસ્ટર રિલીઝ- 17 જૂને ફિલ્મ સિનેમાઘરોમાં જોવા મળશે
શિલ્પા શેટ્ટીની અપકમિંગ કોમેડી ફિલ્મ “નિકમ્મા’નું નવુ પોસ્ટર રિલીઝ- 17 જૂને ફિલ્મ સિનેમાઘરોમાં જોવા મળશે

શિલ્પા શેટ્ટીની અપકમિંગ કોમેડી ફિલ્મ “નિકમ્મા’નું નવુ પોસ્ટર રિલીઝ- 17 જૂને ફિલ્મ સિનેમાઘરોમાં જોવા મળશે

0
Social Share
  • શિલ્પા શેટ્ટીની  ફિલ્મ નિકમ્માનું પોસ્ટર રિલીઝ
  • 17 જૂનના રોજ સિનેમાઘરોમાં જોવા મળશે આ ફિલ્મ

છેલ્લા ઘણા સમયથી શિલ્પા શેટ્ટીની ફઇલ્મ નિકમ્મમા ચર્ચામાં છજોવા મળે છે, ત્યારે હવે  શિલ્પા શેટ્ટી, અભિમન્યુ દાસાની અને શર્લી સેટિયા તેમની આગામી એક્શન-કોમેડી ફિલ્મ ‘નિકમ્મા’ને પ્રમોટ કરવા તનતોડ મહેનત કરતા જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે  આ ફિલ્મનું ટ્રેલર થોડા દિવસો પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને જોયા બાદ હવે ફેન્સ તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને અભિમન્યુ દાસાની ‘ભાભી’ અને ‘દેવર’નું સમીકરણ શેર કરતા જોવા મળશે. તાજેતરમાં જ શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ રિયાલિટી ડાન્સ શો ‘ડાન્સ દીવાને જુનિયર્સ’ના સેટ પર ફિલ્મ ‘નિકમ્મા’નું નવું પોસ્ટર લોન્ચ કર્યું હતું.

શિલ્પા શેટ્ટી કુન્દ્રા તેની આગામી ફિલ્મ નિકમ્માના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ હવે શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું એકદમ નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. 

https://www.instagram.com/theshilpashetty/?utm_source=ig_embed&ig_rid=6c601afd-5fb9-43f8-b120-1aafa3dc0542

શેર કરેલા આ પોસ્ટરમાં શિલ્પા, અભિમન્યુ અને શર્લી સેટિયાની ત્રણેયની મસ્તીથી ભરપૂર સ્ટાઇલ જોવા મળી રહી છે. ફિલ્મના આ લેટેસ્ટ પોસ્ટરને શેર કરવાની સાથે, શિલ્પાએ કેપ્શનમાં લખ્યું, ‘આ રોલર કોસ્ટરને થિયેટરમાં જોવું જોઈએ, હાલમાં નિકમ્માનું આ તદ્દન નવું પોસ્ટર રજૂ કરી રહ્યા છે. નિકમ્મા 17 જૂન, 2022ના રોજ સિનેમાઘરોમાં.

‘નિકમ્મા’નું નિર્દેશન શબ્બીર ખાન દ્વારા કરવામાં આવ્યું છે, આ પહેલા તેમણે ‘કમબખ્ત ઈશ્ક’, ટાઈગર શ્રોફની ડેબ્યૂ ફિલ્મ ‘હીરોપંતી’ અને ‘બાગી’ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.આ ફિલ્મ એક્શન, કોમેડી અને મસાલાથી ભરપૂર છે, આ ફિલ્મમાં શિલ્પાનું જબરદસ્ત પાત્ર જોવા મળશે. બીજી તરફ ભાગ્યશ્રીનો લાડલો અભિમન્યુ એક્શન અવતારમાં જોવા મળશે. આ ફિલ્મ 17 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code