દિલ્હીઃ- ખાલિસ્તાનીઓ સત વિદેશમાં કહેર ફેલાવી રહ્યા છs સમર્થકો દ્રારા સતત હુમલાઓ કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. કેનેડા, બ્રિટન, અમેરિકા જેવા દેશોમાં ખાલિસ્તાની તત્વોની ગતિવિધિઓ અને હિંસક ઘટનાઓને ‘અસ્વીકાર્ય’ ગણાવતા વિદેશ મંત્રાલયે કહ્યું કે રાજદ્વારીઓની સુરક્ષા, અન્ય દેશોમાં તેમના મિશન સરકાર અને વિયેનાની ટોચની પ્રાથમિકતા છે
આ સહીત મંત્રાલય દ્રારા જણાવવામાં આવ્યું કે આ દેશોમાં ભારત વિરોધી તત્વો દ્વારા ભારતીય મિશન પર હિંસાની ઘટનાઓ સામે સખત નિંદા કરવામાં આવે છે, ચિંતા વ્યક્ત કરતા અને વાંધો ઉઠાવતા મંત્રાલયે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે આતંકવાદી, અલગતાવાદી તત્વોને જગ્યા ન આપવી જોઈએ.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “ભારતીય રાજદ્વારીઓ, મિશનો સામે હિંસા ભડકાવવાના પોસ્ટરો અસ્વીકાર્ય છે. આ એક ગંભીર મુદ્દો છે અને અમે સંબંધિત દેશો સાથે આ મુદ્દો ઉઠાવ્યો છે.
તેમણે એમ પણ કહ્યું કે અમારી અપેક્ષા છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે આતંકવાદી, ઉગ્રવાદી તત્વોને કોઈ સ્થાન આપવું જોઈએ નહી, રાજદ્વારી, વાણિજ્ય દૂતાવાસ, ઉચ્ચ આયોગને લગતા પોસ્ટર ખૂબ જ ગંભીર મામલો છે જે સ્વિકાર કરી લેવાશે નહી.
તેમણે કહ્યું કે પોસ્ટર લગાવવા વાળઈ બાબત જેમાં હિંસા ભડકાવવાની, ધમકીઓની વાત કરવામાં આવી છે.આવા મુદ્દાઓ પર કેનેડા, બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા સાથે વાતચીત કરવામાં આવી છે, કેટલીક જગ્યાએથી તાત્કાલિક કાર્યવાહીની જાણ કરવામાં આવી છે અને એવી અપેક્ષા છે કે કેટલીક જગ્યાએ પગલાં લેવામાં આવવા જોઈએ.