Site icon Revoi.in

છોટાઉદેપુરથી મધ્ય પ્રદેશને જોડતા નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાં, વાહનચાલકો પરેશાન

Social Share

છોટા ઉદેપુરઃ વરસાદને કારણે જિલ્લાના તમામ નાના-મોટા રસ્તાઓ બિસ્માર બની ગયા છે. જેમાં જિલ્લાનો જીવાદોરી સમાન નેશનલ હાઇવે – 56 ખૂબજ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, રોડ ઉપર મોટા મોટા ખાડાં જોવા મળી રહ્યા છે. જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. જેને લઈને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઇવે 56 ની હાલત ખુબજ ખરાબ જોવા મળી છે રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે. જેને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. છોટા ઉદેપુરથી બોડેલી જતા રોડ ઉપર ઊંડા ખાડા પડેલા છે અને હજારો વાહનો આ જ રોડ પરથી રોજ પસાર થાય છે.  108 જેવી મેડિકલ ઇમરજન્સી સર્વિસ પણ આજ રોડ પરથી પસાર થાય છે. તેમ છતાં અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી. ઉચ્ચ અધિકારીઓ પણ આ  રોડ પરથી પાસર થાય છે તેમ છતાં કોઈ કામગીરી ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા રોડ ટેક્ષ પણ લેવામાં આવે છે, ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના લોકોને ક્યારે સારો રોડ મળશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું  ગુજરાતમાંથી મધ્ય પ્રદેશ જતા તમામ વાહનો નેશનલ હાઈ-વે 56 પરથી પસાર થાય છે. હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. આ બાબતે હાઈવે ઓથોરિટીને પણ રજુઆતો કરવામાં આવી છે. અને હાઈવે પર થીગડા મારવાની વાત કરી રહ્યા છે. આ વિસ્તારના ધારાસભ્યો અને સાંસદો પણ હાઈ-વે ઓથોરિટીને રજુઆત કરે તેવી લોકોમાં માગ ઊઠી છે.