વીજ સંકટના એંધાણઃ દેશમાં 135 પૈકી 16 પાવર પ્લાન્ટમાં કોલસો ખતમ
દિલ્હીઃ ભારતમાં કોરસાથી વીજળી ઉત્પાદન કરતા પાવન પ્લાન્ટ હાલ કોલસાની અછતનો સામનો કરી રહ્યાં છે. સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરિટી (સીઈએ)ના જણાવ્યા ભારતમાં કોલસાથી વિજળી ઉત્પાદન કરતા 135 પાવર પ્લાન્ટમાંથી 16 પાસે કોલસાનો સ્ટોક ખતમ થઈ ગયો છે. જ્યારે 72 પાવન પ્લાન્ટમાં 3 દિવસ સુધી ચાલે એટલા કોલસાનો સ્ટોક બચ્યો છે. અન્ય પાવર પ્લાન્ટ પાસે એક અઠવાડિયુ ચાલે એટલો સ્ટોક છે. ભારતમાં 70 ટકા વિજળી કોસલાની મદદથી ઉત્પાદિત કરવામાં આવે છે. કોલસાથી બનતી વિજળી સસ્તી પડે છે.
કોરોના વાયરસની બીજી લહેર બાદ ઈન્ડસ્ટ્રીયલ પાવરની ડિમાન્ડ વધી છે. જેથી કોલસોની ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય કિંમતોમાં મોટો ગેપ છે. જેથી કોલસાની આપાત ઉપર અસર પડે છે. કોલ ઈન્ડિયાના મતે આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાની કિંમત વધવાથી પાવર પ્લાન્ટમાં આયાત થતા કોલસા ઉપર નિર્ભરતા ઓછી કરી દીધી છે. જેના કારણે ભારતમાં ઉપસ્થિત કોલસાની ખાણમાં ખનનને લઈને દબાણ વધારવામાં આવ્યું છે. કોલ ઈન્ડિયા ભારતમાં ખાણમાંથી નિકાળવામાં આવતા કોલસાની કિંમત નક્કી કરે છે. કોલસાની કિંમત વધતા સીધી અસર વીજળીની કિંમત અને અન્ય સામાનો ઉપર પડે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાની કિંમત વધતા છતા કેટલાક વર્ષોથી કોલસાની કિંમતમાં કોલ ઈન્ડિયાએ કિંમતમાં વધારો નથી કર્યો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાની કિંમત વધતા ચીન પણ વિજ સંકટનો સામનો કરી રહ્યું છે. જેથી ચીનના બેઝીંગ અને શંધાઈમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે.