દિલ્હી:દક્ષિણ પેસિફિકના ટોંગાના કિનારે સમુદ્રની અંદર શુક્રવારે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ પછી અધિકારીઓએ અહીં સુનામીનું એલર્ટ જાહેર કર્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું હતું કે,ટોંગાના નાયાફુના પૂર્વ-દક્ષિણપૂર્વમાં 211 કિલોમીટર દૂર 7.3-તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.ભૂકંપનું કેન્દ્રબિંદુ 24.8 કિમીની ઊંડાઈએ હતું.
યુએસજીએસએ કહ્યું કે,ભૂકંપના કારણે જાન-માલને વધુ નુકસાન થવાની સંભાવના ઓછી છે. યુએસ સુનામી વોર્નિંગ સિસ્ટમે સુનામી એડવાઈઝરી જારી કરી છે.સુનામીની ચેતવણી જારી કરવામાં આવે તે પહેલા સુનામી એડવાઈઝરી જારી કરવામાં આવે છે.ટોંગામાં પાણીની અંદરનો જ્વાળામુખી જાન્યુઆરીમાં ફાટી નીકળ્યો હતો.જેના કારણે ત્રણ લોકોના મોત થયા હતા.
તાજેતરમાં, 9-10 નવેમ્બરની રાત્રે દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા.1.57 કલાકે ભૂકંપ આવ્યો હતો.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળ અને મણિપુર હતું.મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટર નીચે હતી.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાની થઈ રહી નથી. અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.