Site icon Revoi.in

પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ એ અનેક વિવાદ બાદ પણ વિદેશમાં બનાવ્યો આ નવો રેકોર્ડ

Social Share

મુંબઈઃ-ફિલ્મ આદિપુરુષ 16 જૂને સિનેમાઘરો સહીત વિશ્વમાં રિલીઝ કરવામાં આવી હતી આ ફિલ્મે શરુઆતમાં શાનદાર કમાણી કરી લીધી છે જો કે ત્યાર બાદ ફિલ્મના ડાયલોગ્સને લઈને ફિલ્મ વિવાદમાં આવી જો કે વિવાદ બાદ પણ ફિલ્મ આદિપુરુષે વિદેશની ઘરતી પર નવો રેક્રોડ બાનવ્યો છે.

પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ આદિપુરુષનો દેશમાં વિવાદ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. પરંતુ દર્શકોની નારાજગી યથાવત છે. દેશમાં આ હોબાળો વચ્ચે આદિપુરુષે વિદેશમાં રેકોર્ડ બનાવ્યો છે. પ્રભાસની ફિલ્મે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. અહેવાલો મુજબ, આદિપુરુષ યુએસ બોક્સ ઓફિસ પર તેની રિલીઝના 8મા દિવસે $3 મિલિયનની ક્લબમાં પ્રવેશી છે.

ઉલ્લેખનીય છે કે  અમેરિકન બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરનારી આ ચોથી ફિલ્મ છે. આદિપુરુષ એ પ્રભાસની ચોથી એસી ફિલ્મ છે જેણે યુએસ બોક્સ ઓફિસ પર 3 મિલિયન ડોલરથી વધુની કમાણી કરી છે. આ પહેલા, પ્રભાસની બાહુબલી સિરીઝની બંને ફિલ્મો, બાહુબલી 1, બાહુબલી 2, સાહો અને હવે આદિપુરુષ 3 મિલિયન ડોલરની ક્લબમાં પ્રવેશી ચૂકી છે.
ફિલ્મ આદિપુરુષની રિલીઝને 9 દિવસ થયા છે અને ફિલ્મની કમાણીમાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે. ફિલ્મે તેની રિલીઝના 9મા દિવસે 5.25 કરોડનું કલેક્શન કર્યું છે અને આ સાથે તેનું કુલ કલેક્શન 268.55 કરોડ સુધી પહોંચી ગયું છે.

જો વિશ્વભરના કલેક્શની વાત કરવામાં આવે તો ફિલ્મ આદિપુરુષે 400 કરોડનો આંકડો પાર કરી લીધો છે. બજેટ પર નજર કરીએ તો 500 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું છે, આવી સ્થિતિમાં 9 દિવસમાં આ કમાણી અપૂરતી લાગે છે.ફિલ્મ રિલીઝના આરંભે એક સાથે સારીએવી કમાણી કરી લીધી પરંતુ ફિલ્મ જોયા બાદ ઘણા દર્શકોના રિવ્યૂએ ફિલ્મના અન્ય દર્શકોને સિનેમાસુધી આવતા અટકાવ્યા હોય તેવું લાગી રહ્યું છે.