પ્રભાસની ફિલ્મ રાધે શ્યામે રિલીઝ પહેલા જ એડવાન્સ બુકિંગથી કરોડોની કમાણી કરી-આવતીકાલે સિનેમાધરોમાં થશે રિલીઝ
- પ્રભાસની ફિલ્મ રાધે શ્યામ આવતી કાલે સિનેમાઘરોમાં
- એડવાન્સ બુકિંગથી કરોડોની કરી કમાણી
- દર્શકોના ઈતંઝારનો કાલે આવશે અંત
- મોલ્વસ્ઈટ ટેડ ફિલ્મ રાધે શ્યામ
મુંબઈઃ હવે સાઉથની ફિલ્મો બોલિવૂડની ફિલ્મોને ટક્કર આપી રહી છે, સાઉથની ફિલ્મોના દર્શકો વધ્યા છે,અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા તથા પ્રભાસની ફિલ્મ બાહુબલી, સાહો જેવી ફિલ્મોને દર્શકો એ ખૂબ પ્યાર આપ્યો છે ત્યારે હવે સાઉથના ફેમસ અભિનેતા પ્રભાસની બાહુબલી ફિલ્મ બાદ રાધે શ્યામ ફિલ્મને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આવતી કાલે હવે આ ફિલ્મ સિનેમાધરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
પ્રભાસની ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, આ ફિલ્મ મેગા બજેટ ફિલ્મ છે ત્યારે હવેવ આવતી કાલે આ ફિલ્મ હજી રિલીઝ થાય તે પહેલા જ તેનું એડવાન્સ બુકિંગ જોરશોરમાં ચાલી રહ્યું છે.
સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને અભિનેત્રી પૂજા હેગડેની ફિલ્મ ‘રાધે શ્યામ’ને લઈને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, બે વર્ષની રાહ જોયા બાદ અભિનેતા આ ફિલ્મ દ્વારા બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. ‘રાધે શ્યામ’ આવતીકાલે એટલે કે 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મ રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર ટક્કર આપશે. ફિલ્મના એડવાન્સ બુકિંગ પરથી પણ આનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ફિલ્મનું બુકિંગ અગાઉથી થઈ રહ્યું છે. એટલું જ નહીં હૈદરાબાદમાં શરૂઆતના દિવસે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો એડવાન્સ બુકિંગથી જ હાઉસફુલ થઈ ગયો છે.ત્યારે અન્ય જગ્યાઓ પર પણ તેનું જોરશોરમાં બુકિંગ ચાલી રહ્યું છે.
પ્રભાસની ફિલ્મ ‘રાધે શ્યામ’ની ગણતરી બોલીવુડની મોંઘી ફિલ્મોમાં કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, દરેકની નજર આ ફિલ્મના કલેક્શન પર પણ છે. ફિલ્મ હૈદરાબાદમાં 4 કરોડનું એડવાન્સ બુક કરી ચૂકી છે. એવો દાવો કરવામાં આવે છે કે પહેલા દિવસે એડવાન્સ બુકિંગમાં શો હાઉસફુલ થઈ ગયા છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે ફિલ્મ પહેલા જ દિવસે સારી કમાણી કરશે.
હૈદરાબાદ ઉપરાંત બેંગ્લોરમાં પણ ફિલ્મના એડવાન્સ બુકિંગને સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મના તેલુગુ વર્ઝનમાં 30-35 ટકાથી વધુ બુકિંગ થઈ ચૂક્યું છે. ચેન્નાઈમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ ઘણું સારું રહ્યું છે.