- કેન્દ્રીય કેબિનેટમાં લેવાયો નિર્ણય
- અત્યાર સુધીમાં 1.60 કરોડથી વધારે પરિવારને પાકા મકાન પુરા પડાશે
- આ યોજના વર્ષ 2016માં શરૂ કરાઈ હતી
દિલ્હીઃ દેશમાં આગામી વર્ષ 2024 સુધીમાં વડાપ્રધાન આવાસ યોજના ગ્રામીણમાં 1.30 કરોડથી વધારે પરિવારને પાકા મકાન પુરા પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની પાછળ લગભગ રૂ. 1.60 લાખ કરોડથી વધારેનો ખર્ચ થવાનો અંદાજ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં મહત્વના નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં વડાપ્રધાન આવાસ યોજના ગ્રામીણને વર્ષ 2024 સુધી લંબાવવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોરે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ લગભગ 2.95 કરોડ પરિવારને પાકા આવાસ પુરા પાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જે પૈકી અત્યાર સુધીમાં 1.65 કરોડ પરિવારને પાકા મકાન પુરા પાડવામાં આવ્યાં છે. જે માટે 1.97 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, લાભાર્થીઓને આર્થિક સહાય પુરી પાડવામાં આવ્યો છે. જ્યારે બાકીના લાભાર્થીઓને પાકા મકાન મળી રહે તે માટે આ યોજનાને લંબાવવામાં આવી છે. તેમજ બાકી રહી ગયેલા લાભાર્થીઓને પાકા મકાન મળી રહે તે માટે યોજનાને વર્ષ 2024 સુધી લંબાવવામાં આવી છે. તેમજ આ યોજના માટે રૂ. બે લાખ કરોડતી વધુની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પહાડી વિસ્તારમાં 90-10 ટકા સહાય પુરી પાડવામાં આવે છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં 60-40 સહાય પુરી પાડવામાં આવે છે. જ્યારે કેન્દ્ર શાસિત રાજ્યોમાં 100 ટકા સહાય કેન્દ્ર સરકાર પુરી પાડશે. આ યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. તેમજ પ્રજાને પાકા મકાન મળી રહે તેવી કેન્દ્ર સરકારની ઈચ્છા છે.