(મિતેષ સોલંકી)
- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત શરૂ કરવામાં આવેલ કોવિડ વોરિયર વીમા યોજનાના સમયગાળામાં એક વર્ષનો વધારો ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યો.
- ઉપરોક્ત યોજના માર્ચ-2020માં શરૂ કરવામાં આવી હતી જે 24-માર્ચ-2021ના રોજ પૂર્ણ થઈ જવાની હતી.
- આ ઉપરાંત ભારત સરકારે 24-એપ્રિલ-2021 સુધીમાં જો કોઈ આરોગ્ય કર્મચારીને યોજના અંતર્ગત દાવા કરવાના હોય તો એક મહિનો સમય પણ આપ્યો છે.
- કોવિડ વોરિયર વીમા યોજના અંતર્ગત આરોગ્ય કર્મચારીને 90 દિવસ સુધી સારવાર માટે રૂ. 50 લાખનો વીમો મળે છે.
- આ વીમાના કારણે આરોગ્ય કર્મચારી જેઓ COVID-19 માટે સેવા આપવા દરમિયાન અવસાન પામે તો તેના પર આધારિત કુટુંબીજનોને ખૂબ રાહત મળે છે.
- કોવિડ વોરિયર વીમા યોજના ન્યુ ઈન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની દ્વારા આપવામાં આવે છે.
- અત્યાર સુધીમાં કુલ 287 વીમાના દાવાઓને મંજૂર કરવામાં આવ્યા છે.
- વર્તમાન સમયમાં ડબલ મ્યુટંટ વાઇરસના કારણે ભારતમાં COVID-19ના કેસની સંખ્યામાં ખૂબ ઝડપથી અને સતત વધારો થઈ રહ્યો છે. જો આ સમય ઉપરોક્ત યોજના બંધ કરી દેવામાં આવે તો આરોગ્ય કર્મચારી તેમજ તેના પર આધારિત કુટુંબીજનો એક પ્રકારના તણાવમાં આવી શકે છે.