Site icon Revoi.in

પ્રધાનમંત્રી સંગ્રહાલયઃ સ્વતંત્રતા પછીના દેશના દરેક પીએમને સમર્પિત સ્મૃતિ સંગ્રહ

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી સંગ્રહાલય સ્વતંત્રતા પછીના ભારતના દરેક વડાપ્રધાનને સમર્પિત સ્મૃતિ સંગ્રહ છે, અને છેલ્લા 75 વર્ષોમાં દરેક વડાપ્રધાનએ આપણા રાષ્ટ્રના વિકાસમાં કેવી રીતે યોગદાન આપ્યું છે તેનો એક વર્ણનાત્મક રેકોર્ડ છે. તે સામૂહિક પ્રયાસોનો ઇતિહાસ છે અને ભારતની લોકશાહીની સર્જનાત્મક સફળતાનો શક્તિશાળી પુરાવો છે. આપણા વડાપ્રધાનો સમાજના દરેક વર્ગ અને સ્તરોમાંથી આવ્યા હતા, કારણ કે લોકશાહીના દરવાજા સૌના માટે સમાન રીતે ખુલ્લા હોય છે.

દરેકે વિકાસ, સામાજિક સમરસતા અને આર્થિક સશક્તિકરણની સફરમાં એક મહત્વપૂર્ણ પદચિહ્ન છોડ્યું છે, જેણે ભારતને સ્વતંત્રતાનો સાચો અર્થ આપવા સક્ષમ બનાવ્યું છે. આપણને બ્રિટિશ શાસનના કાટમાળમાંથી એક ગરીબ જમીન વારસામાં મળી છે અને સૌએ સાથે મળીને તેને નવજીવન આપ્યું છે, આપણા દેશને ભૂખમરા સાથે વંચિત રાષ્ટ્રની સ્થિતિમાંથી તેનો ઉત્કર્ષ કરીને અન્નની સિલક ધરાવતા રાષ્ટ્રય સુધીના દરજ્જા સુધી આવ્યા છીએ અને લોકોના લાભ માટે વેપારન પ્રદેશ પર માળખાકીય સુવિધાઓનું સર્જન કર્યું છે.

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ 16 વર્ષ સુધી જ્યાં રહ્યાં હતા તે મકાન એટલે કે તીન મૂર્તિ એસ્ટેટ પ્રધાનમંત્રી સંગ્રહાલય બનાવવા માટે કુદરતી માહોલ પૂરો પાડતું હતું, કારણ કે આ સાતત્યની ગાથા છે. આ સંગ્રહાલય એક એવું નિરંતર સંમિશ્રણ છે જેનો પ્રારંભ પુનરોદ્ધાર કરાયેલા અને નવીનીકૃત નહેરુ મ્યુઝિયમની ઇમારતથી થાય છે, જે હવે જવાહરલાલ નહેરુના જીવન અને યોગદાન પર સંપૂર્ણ રીતે અપડેટ કરેલું અને ટેકનોલોજીની દૃશ્ટિએ અદ્યતન પ્રદર્શન પૂરું પાડતું ભવન છે. નવા પેનોરોમામાં એક વિભાગનો સમાવેશ થાય છે જેમાં દુનિયાભરમાંથી તેમને મોટી સંખ્યામાં મળેલી દુર્લભ ભેટોને પ્રદર્શિત કરેલી છે પરંતુ અત્યાર સુધીને તેને ક્યારેય પ્રદર્શનમાં મૂકવામાં આવી નથી.

સ્વતંત્રતાના સંગ્રામ અને એક મહાન બંધારણના નિર્માણથી આધુનિક ભારતની ગાથાનો પ્રારંભ થાય છે. આ સંગ્રહાલય, કેવી રીતે આપણા વડાપ્રધાનોએ વિવિધ પડકારોમાંથી રાષ્ટ્રને દિશાસૂચન આપ્યું અને દેશની સર્વાંગી પ્રગતિ સુનિશ્ચિત કરી તેની ગાથાનું પણ નિરૂપણ કરે છે. આ ગાથામાં યુવા પેઢી માટે એક સંદેશ રહેલો છે કે, જ્યારે આપણે ભારતને ન્યૂ ઇન્ડિયામાં પરિવર્તિત કરીએ છીએ ત્યારે જીતવા માટે આપણી સમક્ષ ઘણી મોટી ક્ષિતિજો છે.