પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજનાને ચાર વર્ષ પૂર્ણઃ 2.81 કરોડથી વધારે ઘરોમાં વીજળી પહોંચી
દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારનો પાણી અને વિજળી સહિતની સુવિધાઓ મળી રહે તે માટે વિવિધ યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે વડાપ્રધાન આવાસ યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે. લોકોના ઘર સુધી વીજળી પહોંચે તે માટે ચાર વર્ષ પહેલા પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે. ચાર વર્ષના સમયગાળામાં 2.81 કરોડ પરિવારને વીજળી પહોંચાડવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે પંડિત દિન દયાળ ઉપાધ્યાયજીની જન્મજંયતિ છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકોના ઘર વીજળીથી ઝગમગી ઉઠે તે માટે 25મી સપ્ટેમ્બર 2017ના રોજ સૌભાગ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ગરીબ પરિવારોને મફત વીજળી જોડાણ આપવામાં આવ્યા છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 2 કરોડ 81 લાખથી વધુ ઘરોમાં વીજળી પહોંચી ચુકી છે. ફક્ત વીજ જોડાણ જ નહિ પરંતુ તેનું ઉત્પાદન અને વિતરણ પણ કરવામાં આવ્યું છે. ગરીબ પરિવારોને મફત વીજળી મળતા આર્થિક રીતે પણ મદદ પહોંચી છે.