અમદાવાદઃ શહેરમાં પાલડી અને ચાંદખેડા પોલીસ સ્ટેશનના નવા અદ્યત્તન બિલ્ડિંગ બનાવવામાં આવ્યા છે. આ બન્ને બિલ્ડિંગોનું આજે ગુરૂવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બંને પોલીસ સ્ટેશનના બિલ્ડિંગ કોર્પોરેટ ઓફિસને ટક્કર મારે તેવા છે. પોલીસ સ્ટેશનમાં લિફ્ટ,પાણીના કુલર,ફાયર સેફટી અને પાર્કિગની ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. બંને પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લોકાર્પણ કર્યું હતું.
શહેરના પાલડી અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નવા બિલ્ડિંગમાં બાળકો માટે રમકડાં અને ઘોડીયાઘર પણ બનાવવામાં આવ્યા છે. આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બંને પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યુ હતું. જેથી પોલીસ અને સામાન્ય લોકોને થોડાક અંશે રાહત મળી શકે. આગામી દિવસોમાં શહેરમાં બીજા પોલીસ સ્ટેશનના નવીનીકરણ અને પોલીસ લાઈનના આધુનિકરણના કામ ચાલી રહ્યા છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આજે નવા મકનામાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે અહીંયા એક રૂમ બાળકો અને મહિલા માટે બનવવામાં આવ્યો છે. જેમાં રમકડાં અને ઘોડીયા જેવી વ્યવસ્થા છે.જે ઘણે અંશે પોલીસ સ્ટેશનની ઇમેજથી અલગ છે પણ તે યોગ્ય ઉપયોગ થાય તો સારું તેવું હાલ માનવામાં આવી રહ્યું છે. આ પોલીસ સ્ટેશન કોર્પોરેટ કચેરીને પણ ઝાંખી પડી દે તેવું છે. ત્યારે આ પોલીસ સ્ટેશનમાં તમામ બાબતોને આવરી લેવામાં આવી હતી.પણ ક્યાંય સીસીટીવી કેમેરા દેખાતા ન હતા. જેથી ક્યાંક કચાસ રહી ગઈ હોવાનું દેખાઈ રહ્ય છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શહેરના પાલડી વિસ્તારમાં અંજલી બ્રિજ નીચે બનેલા નવા પાલડી પોલીસ સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. પાલડી વિસ્તારમાં પણ પોલીસ સ્ટેશન સરકારી જગ્યાએ ભાડે ચાલતું હતું. જો કે નવું પોલીસ સ્ટેશન કોમ્પ્લેક્ષની પાછળ ગલીમાં ઉભું કરવામાં આવ્યું છે. પાલડી પોલીસ સ્ટેશન પણ બે માળનું લિફ્ટ સાથેનું બનાવવામાં આવ્યું છે.