Site icon Revoi.in

ઓસ્ટ્રેલિયામાં PM મોદીના વખાણ, NID ચીફે કહ્યું- તેઓ વિશ્વના સૌથી પ્રગતિશીલ અને બિનસાંપ્રદાયિક વડાપ્રધાન

Social Share

દિલ્હી : રવિવારે ઓસ્ટ્રેલિયાના મેલબર્નના બજિલ પેલેસમાં આયોજિત વિશ્વ સદભાવના કાર્યક્રમમાં વિવિધ ધાર્મિક સમુદાયોના લોકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવામાં આવી હતી. સાથે જ ઓસ્ટ્રેલિયાના સાંસદ જેસન વૂડે કાર્યક્રમને સફળ ગણાવ્યો હતો.

તેમણે કહ્યું કે તમામ ધર્મગુરુઓ સાથે શાંતિ અને સંવાદિતાના એક અવાજમાં વાત કરવી સારી વાત છે. આ કાર્યક્રમ ખરેખર એક મહાન અનુભવ રહ્યો. જેસન ઓસ્ટ્રેલિયામાં સામુદાયિક સુરક્ષા, સ્થળાંતર સેવાઓ અને બહુસાંસ્કૃતિક બાબતોના મિનિસ્ટર છે. તેમણે કહ્યું કે ધાર્મિક નેતાઓ વિશ્વભરમાં સકારાત્મક સંદેશો મોકલે તે મહત્વનું છે.

આ કાર્યક્રમમાં NID ફાઉન્ડેશનના મુખ્ય સંરક્ષક સતનામ સિંહ સંધૂ, ઓસ્ટ્રેલિયામાં ભારતના હાઈ કમિશનર મનપ્રીત વોહરા, એંગ્લિકન ચર્ચ ઑફ ઑસ્ટ્રેલિયાના બિશપ ફિલિપ જેમ્સ હગિન્સ, . વિક્ટોરિયામાં અહમદિયા મુસ્લિમ સમુદાયના સભ્ય ડૉ. તારિક બટ્ટ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.

સતનામ સિંહ સંધુએ ‘હાર્ટફેલ્ટ લેગસી ટુ ધ ફેથ’ પુસ્તક પણ રજૂ કર્યું, જે પીએમ મોદી દ્વારા શીખ સમુદાય માટે કરેલા યોગદાન અને કાર્યો પર આધારિત છે. તેમણે સૌથી વધુ પ્રગતિશીલ અને બિનસાંપ્રદાયિક હોવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.

સંધુએ કહ્યું કે ભારતમાં સદીઓથી વિવિધ સમુદાયો અને ધર્મોના લોકો રહે છે અને આપણે બધા સાંપ્રદાયિક સૌહાર્દમાં માનીએ છીએ. તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં છેલ્લા નવ વર્ષમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગ પર ઝડપથી આગળ વધ્યું છે.તે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ બની ગઈ છે. અન્ય દેશોની જેમ ભારતમાં પણ તમામ સમુદાયો સંપૂર્ણ સ્વતંત્રતા ભોગવે છે. તેમને જાતિ, સંપ્રદાય કે ધર્મના કોઈપણ ભેદભાવ વિના તમામ તકો આપવામાં આવે છે. એટલું જ નહીં, તેઓ પીએમ મોદીના નેતૃત્વમાં સુરક્ષિત પણ અનુભવે છે.

સદભાવના કાર્યક્રમ એ NID ફાઉન્ડેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વસુધૈવ કુટુંબકમ’ના વિઝનને લઈને સમગ્ર વિશ્વને ‘એક પરિવાર’ તરીકે વિશ્વના ખૂણે ખૂણે લઈ જવાની પહેલ છે. આ કાર્યક્રમમાં ધાર્મિક નેતાઓ, બૌદ્ધિકો, વિદ્વાનો, પ્રચારકો અને સંશોધકોએ હાજરી આપી હતી. નામધારી સમાજના આધ્યાત્મિક આગેવાન સતગુરુ ઉદયસિંહે જણાવ્યું હતું કે ધર્મ દરેકને એક કરે છે અને ધર્મ એટલે પ્રેમ અને શાંતિ.