Site icon Revoi.in

સેક્સ સ્કેન્ડલ કેસમાં ફસાયેલા પ્રજવલ રેવન્ના શુક્રવારે રાત્રે ભારત પરત ફરી શકે છેઃ સુત્ર

Social Share

સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા પ્રજ્વલ રેવન્નાની 30મેની મ્યુનિકથી બેંગ્લોરની રિટર્ન ફ્લાઇટ બુક થઇ ગઇ હોવાની માહિતી સુત્રો પાસેથી સામે આવી છે. SIT સૂત્રોના જણાવ્યા અનુસાર JDS સુપ્રીમો એચડી દેવગૌડાના 33 વર્ષીય પૌત્ર પ્રજવલ રેવન્ના 31 મેની સવારે બેંગાલુરુ પહોંચે તેવી શક્યતા છે

એરપોર્ટ પર ઉતરતાજ ધરપકડ કરવાની તૈયારી

SIT સૂત્રોએ જણાવ્યું કે તે અહીં કેમ્પેગૌડા એરપોર્ટ પર દેખરેખ રાખી રહી છે જેથી પ્રજવલ રેવન્નાના ઉતરતાની સાથે જ તેની ધરપકડ કરી શકાય. પ્રજ્વલ રેવન્ના હાસન લોકસભા સીટ પરથી NDAના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. કર્ણાટક રાજ્ય મહિલા આયોગે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને વિડીયોની તપાસનો આદેશ આપવા વિનંતી કરી હતી જેમાં તેમણે કથિત રીતે અનેક મહિલાઓની જાતીય સતામણી કરી હતી. આ સમાચાર બહાર આવ્યા બાદ રેવન્ના દેશ છોડીને ભાગી ગયો હતો.

પ્રજવલ રેવન્નાનો વીડિયો સંદેસ

પ્રજ્વલ રેવન્ના સામે અત્યાર સુધીમાં બે જાતીય સતામણીના કેસ નોંધાયા છે. બે દિવસ પહેલા તેમણે એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો, જેમાં તેમણે 31 મેના રોજ SIT સમક્ષ હાજર થઈને તપાસમાં સહકાર આપવાનું વચન આપ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે, સાંસદે અગાઉ બે વખત જર્મનીથી તેમની ફ્લાઇટની ટિકિટ કેન્સલ કરાવી છે. દરમિયાન SITએ મંગળવારે હસન શહેરમાં પ્રજ્વલના ઘરે સર્ચ હાથ ધર્યું હતું, જે મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું. સૂત્રોનું કહેવું છે કે કેટલીક વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

એચ.ડી.દેવગૌડાનો ચેતવણીનો પત્ર

પ્રજ્વલના દાદા એચડી દેવગૌડાએ ગયા અઠવાડિયે પત્ર લખીને તેને પરત ફરવા અને તપાસનો સામનો કરવાનો આદેશ આપ્યો હતો. 24 મેના રોજ પ્રજ્વલ રેવન્નાને ‘મારી ચેતવણી’ શીર્ષકવાળા પત્રમાં દેવેગૌડાએ લખ્યું હતું કે, આ સમયે હું માત્ર એક જ વસ્તુ કરી શકું છું. હું પ્રજ્વલને કડક ચેતવણી આપી શકું છું અને તે જ્યાં પણ હોય, તેણે ત્યાંથી પરત ફરીને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવું જોઈએ. તેણે પોતાની જાતને કાયદાકીય પ્રક્રિયાને આધીન કરવી જોઈએ. આ કોઈ અપીલ નથી જે હું કરી રહ્યો છું આ એક ચેતવણી છે જે હું જાહેર કરી રહ્યો છું. જો તે આ ચેતવણી પર ધ્યાન નહીં આપે તો તેને મારા અને તેના પરિવારના તમામ સભ્યોના રોષનો સામનો કરવો પડશે.