સેક્સ સ્કેન્ડલના આરોપી જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્નાની એસઆઇટીએ ધરપકડ કરી છે. બેંગ્લોર એરપોર્ટ પર ઉતરતાની સાથે જ પ્રજ્વલ રેવન્નાની ધરપકડ કરાઇ હતી.. પ્રજ્વલ 35 દિવસથી જર્મનીમાં હતા.27 એપ્રિલે તેઓ જર્મની ભાગી ગયા હતા
આ અગાઉ બુધવારે કોર્ટે તેમની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. જે બાદ એસઆઇટી તેમની ધરપકડ કરવા માટે તૈયાર હતી..એસઆઇટીને બાતમી મળી હતી કે રેવન્નાએ જર્મનીથી બેંગ્લોરની ફ્લાઇટ ટિકિટ બુક કરાવી છે. જે બાદ તેને પકડવા માટે એરપોર્ટ પર એસઆઇટી તૈયાર હતી. અને એરપોર્ટ પર ઉતરતાજ રેવન્નાને ઝડપી લેવાયો હતો.
મહત્વપૂર્ણ છે કે રાષ્ટ્રીય મહિલા આયોગે મુખ્યમંત્રી સિદ્ધાર્થમૈયાને એ આપત્તિજનક વીડિયોઝની તપાસ કરાવવા માટે અપીલ કરી છે જેમાં પ્રજવલ રેવન્ના અનેક મહિલાઓનું કથિત રૂપે યૌન શોષણ કરતા જોવા મળે છે.
પ્રજ્વલના સામે અત્યાર સુધી યૌન ઉત્પીડનના ત્રણ કેસ રજૂ કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ તેમના દાદા અને પૂર્વ પ્રધાનમંત્રી દેવેગૌડાએ પ્રજવલની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી હતી, અને પ્રજવલને ભારત આવીને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવા માટે આદેશ કર્યો હતો, પ્રજવલને ચેતવણી આપતા તેમણે કહ્યું હતું કે મારા ધૈર્યની પરીક્ષા ન લે.. ભારત આવતા પહેલા હાસન સીટથી સાંસદ પ્રજ્વલે આ અઠવાડીયે એક વીડિયો સદેશ જાહેર કર્યો હતો. જેમાં તેમણે 31 મેએ એસઆઈટીની સામે રજૂ થવાનું અને તપાસમાં સહયોગ કરવાનું કહ્યું હતુ. જો કે આ પહેલા પ્રજ્વલ રેવન્ના બે વાર ટીકીટ બુક કરાવી કેન્સલ કરાવી ચૂક્યા હતા.. .