રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા અને લોકસભાની ચૂંટણી બંને શુભ રહેશેઃ આચાર્ય સત્યેન્દ્ર દાસજી
નવી દિલ્હીઃ અયોધ્યાના રામ મંદિરના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજીએ જણાવ્યું હતું કે, વર્ષ 2024 ખુબ મહત્વપૂર્ણ રહેશે. રામલલા અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થશે અને દેશમાં સામાન્ય ચૂંટણી યોજાશે, આ બંને શુભ રહેશે. તેમણે અયોધ્યામાં થઈ રહેલા વિકાસ કાર્યોની પણ પ્રસંશા કરી હતી.
આચાર્ય સત્યેન્દ્ર દાસજીએ જણાવ્યું હતું કે, ના માત્ર શાંતિ પરંતુ રામ રાજ્ય આવી રહ્યું છે. રામલગા ગર્ભગૃહમાં બિરાજમાન થશે. દુઃખ, પીડા, તણાવ તમામ ખતમ થઈ જશે અને માત્ર ખુશી જ હશે. રામ રાજ્યનો ઉપયોગ આદર્શ શાસન માટે કરવામાં આવે છે. જ્યા તમામ ખુશ હોય. તેમણે કહ્યું કે, હોળી, રામનવમી, વસંત પંચમી, નવ વર્ષ, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી સહિતના વિશેષ પર્વ ઉપર રામલલાને છપ્પન ભોગ ધરાવવામાં આવશે.
તેમણે કહ્યું કે, આ નવુ વર્ષ ખુબ જ મહત્વપૂર્ણ છે, એક તો 22મી જાન્યુઆરીના રોજ રામલલા ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થશે, જે દેશની જનતા માટે ખુબ લાભકારી હશે. દરમિયાન અયોધ્યામાં આયોજકોએ નવા વર્ષના પ્રથમ દિવસથી હળદર અને ધી સાથે મિશ્રિત ચોખાના દાણા અક્ષતનું વિતરણ શરું કર્યું છે, જે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના એક સપ્તાહ પહેલા 15મી જાન્યુઆરી સુધી કરાશે.
અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના નિર્માણનું કાર્ય પૂરજોર શોરથી ચાલી રહ્યું છે. 22મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જે બાદ 23મી જાન્યુઆરીથી ભક્તો પોતાના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના દર્શન કરી શકશે.