ત્રિપુરાથી પ્રથમ વખત નેતા તરીકે કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થઈ 52 વર્ષિય ‘પ્રતિભા ભૌમિકે’ ઈતિહાસ રચ્યો
- કેબિનેટમાં સામેલ થનારી ત્રિપુરાની પ્રતિભા ભૌમિક પ્રથમ મહિલા બની
- બેકિનેટમંત્રી પદે આવતાની સાથે રચાયો ઈતિહાસ
દિલ્હીઃ- વિતેલા દિવસને બુધવારે પીએમ મોદીએ તેમના મંત્રી પરિષદનો વિસ્તાર કર્યો છે. આ કેબિનેટ વિસ્તરણ અને ફેરબદલમાં 15 કેબિનેટ મંત્રીઓ અને ઘણા રાજ્ય મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યના સાત મંત્રીઓને તેબિનેટ પદ પર પ્રમોશન આપવામાં આવ્યું છે. આ દરમિયાન, ત્રિપુરાની પ્રતિમા ભૌમિકે પણ કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા હતા, જો કે એક મંત્રી કરીતે બેબિનેચમાં સ્થાન પામીને તેણે ઈતિહાસ રચ્યો છે.કારણ કે પ્રતિમા ભૌમિક ત્રિપુરાના પહેલા નેતા છે જે કેન્દ્રીય મંત્રી બન્યા છે.
52 વર્ષીય પ્રતિમા ભૌમિકનું લોકપ્રિય નામ ‘પ્રતિમા દી’ છે. આ પહેલા સંતોષ મોહન દેબ અને ત્રિગુન સેન ત્રિપુરાથી સાંસદ ચૂંટાયા હતા અને કેન્દ્રીય મંત્રીમંડળમાં શામેલ થયા હતા. જોકે તેઓ ત્રિપુરાનો રહેવાસી નહોતા. દેબ આસામના સિલચરના વતની હતા, જ્યારે સેન પશ્ચિમ બંગાળના હતા.
પ્રતિભા ભૌમિકની ઉપલબ્ધિ અંગે મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબ ઐ ટિ્વટ કર્યું હતું અને લખ્યું હતું કે , “ત્રિપુરા માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે કે, પ્રતિભા ભૌમિક જી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા મંત્રી પરિષદમાં જોડાયા છે.”
ભૌમિક પ્રથમ વખત સાંસદ બન્યા છે તેઓ લોકસભા મત વિસ્તારમાંથી ચૂંટાઇ આવ્યા હતા. આ પહેલા તે ભાજપના ત્રિપુરા યુનિટની જનરલ સેક્રેટરી હતી. પરંતુ સાંસદ તરીકે ચૂંટાયા બાદ આ પદ છોડી દીધું છે અને હાલમાં તે રાજ્ય એકમના ઉપપ્રમુખ છે. ભૌમિક ત્રિપુરા મહિલા કોલેજમાંથી વિજ્ઞાનમાં સ્નાતક થયેલ છે તેઓ ઘણા લાંબા સમયથી રાજકારણમાં સક્રિય હોવા છતાં, ચર્ચાઓથી દૂર રહેવાનું પસંદ કરે છે.