Site icon Revoi.in

પ્રયાગરાજમાં એક પ્લાન્ટમાં ગેસ લીકેજ, બે અધિકારીઓના મોત

Social Share

લખનૌઃ પ્રયાગરાજના ફુલપુર ખાતે આવેલા એક કંપનીના પ્લાન્ટમાં અમોનિયા ગેસ લીકેજ થતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં બે અધિકારીઓના મોત થયાં હતા. જ્યારે 18 કર્મચારીઓને અસર થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. યુરિયા ઉત્પાદન કરતી આ કંપ્નીના પ્લાન્ટમાં પમ્પ લીકેજના કારણે ગેસ લીક થયો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફૂલપુર ખાતે આવેલા એક કંપનીના પ્લાન્ટમાં અમોનિયા ગેસ લીકેજ થયો હતો. જેથી ફરજ હાજર અધિકારી વી.પી.સિંહ લીકેજ અટાકવવા માટે ઘટનાસ્થળે પહોંચ્ય હતા. ત્યાર બાદ અન્ય અધિકારી અભયનંદન સ્થળ પર દોડી ગયા હતા. જો કે, બંને અધિકારીઓને ગેસ લીકેજને કારણે અસર થઈ હતી. અમોનિયા ગેસ લીકેજ સમગ્ર યુનિટમાં ફેલાતા 18 કર્મચારીઓને પણ અસર થઈ હતી. આ તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો.

પ્રયાગરાજના ડીએમ ભાનુ ચંદ્ર ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગેસ લીકેજના કારણે બે અધિકારીઓના મોત થયા છે. પ્લાન્ટને હાલ સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. ગેસ લીકેજ અત્યારે બંધ થઈ ગયું છે.