Site icon Revoi.in

સરદાર સરોવર નર્મદા ડેમના 30 રેડિયલ ગેટના મરામતની પ્રિ-મોન્સુન કામગીરી

Social Share

રાજપીપીળાઃ ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમનને હવે દોઢ મહિના જેટલા સમય બાકી રહ્યો છે. ત્યારે સરદાર સરોવર નર્મદા બંધ ખાતે પ્રિમોન્સુન કામગીરીનો પ્રારંભ કરી દેવાયો છે. આ વર્ષે પણ સારા ચોમાસાની શકયતા એ નર્મદા બંધ પોતાની 138.68 મીટરની મહતમ સપાટી સુધી ભરવાનો હોવાથી નિગમ દ્વારા ગેટના સર્વિસિંગ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

નર્મદા નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધના 30 રેડિયલ ગેટ 23-30 બાય 30 મીટરના ગેટ અને 7-30 બાય 26 મીટરના ગેટ સરળતાથી અપ એન્ડ ડાઉન થાય, કોઈ ઈમર્જન્સીમાં ગેટ ખોલવાનો વારો આવે તો આ ઓટોમેટીક ગેટ ખુલી શકે એ માટે ખાસ એજન્સી દ્વારા તમામ 30 ગેટોને સર્વિસિંગ અને ગ્રીસીંગ કરવામાં આવી રહ્યું છે. કાળા કલરનું કોરિયન કમ્પાઉન્ડ નામનું લિકવિડ લગાવી સમારકામ કરવામાં આવી રહ્યું છે. ચોમાસુ આગામી દિવસોમાં શરૂ થશે એટલે એ પહેલા નર્મદા બંધના 30 રેડિયલ ગેટનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે. જે 30X 30 મીટરના ગેટ છે અને 7 ગેટ 30X 26 મીટરના છે. જે સરળતાથી અપ એન્ડ ડાઉન થાય કોઈ ઇમરજન્સીમાં ગેટ ખોલવાનો વારો આવે તો આ અટોમેટિક ગેટ ખુલી શકે એ માટે ખાસ એજન્સી દ્વારા તમામ 30 ગેટોને સર્વિસિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં 30 માંથી 5 ગેટનું કાર્ડિયલ કમ્પાઉન્ડ લિક્વીડ દ્વારા સર્વિસિંગ પુર્ણ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં તમામ ગેટનું સર્વિસીંગ કરાશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ નર્મદા બંધની જળ સપાટી 118 મીટર પર છે. આગામી ચોમાસામાં સારા વરસાદને પગલે નર્મદા બંધ પુર્ણત: ભરાય એ માટે તંત્ર સજજ છે. હાલ તબકકાવાર ગેટ ખોલીને સર્વિસીંગનું કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે રિવરબેડ પાવર હાઉસ ચાલુ કરી 16 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
નર્મદા ડેમમાં હાલ પાણીનો સંગ્રહીત જથ્થો પણ 50 ટકા કરતાં વધુ હોય નર્મદા બંધ આગામી સીઝનમાં 138.68 મીટર ભરાશે જેને લઈને તંત્રની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નર્મદા બંધના ઉપરવાસમાંથી 10575 હજાર  ક્યુસેક પાણી આવક થઈ રહી છે. હાલ બંધની જળસપાટી 118 મીટર છે. સરોવર  પણ 2100 મિલિયન ક્યુબિક મીટર જેટલું પાણી સંગ્રહિત છે. જોકે વરસાદ ઓછો આવે તો પણ ગુજરાત રાજ્યને પીવાનું પાણી પુરુ પાડી શકવા સક્ષમ નર્મદા બંધ છે.