1. Home
  2. ગુજરાતી
  3. ક્લાઈમેટ ચેન્જના કારણે ગર્ભવતી મહિલાઓ અને બાળકોને ગંભીર જોખમ, UN રિપોર્ટમાં ખુલાસો
ક્લાઈમેટ ચેન્જના કારણે ગર્ભવતી મહિલાઓ અને બાળકોને ગંભીર જોખમ, UN રિપોર્ટમાં ખુલાસો

ક્લાઈમેટ ચેન્જના કારણે ગર્ભવતી મહિલાઓ અને બાળકોને ગંભીર જોખમ, UN રિપોર્ટમાં ખુલાસો

0
Social Share

નવી દિલ્હીઃ ક્લાઈમેટ ચેન્જનો અભ્યાસ કરતી સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓએ દાવો કર્યો છે કે તેની સૌથી મોટી અસર વિશ્વભરની ગર્ભવતી મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. દુબઈમાં ક્લાઈમેટ ચેન્જ પરની કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ (COP 28)ના સંમેલન પહેલા યુએન એજન્સીઓ દ્વારા જાહેર કોલ ફોર એક્શનમાં કહ્યું છે કે, સગર્ભા સ્ત્રીઓ, શિશુઓ અને બાળકો પર હવામાન પરિવર્તનની અસરને હંમેશા અવગણી છે.

UNના રિપોર્ટમાં એ હકીકતને ઉજાગર કરવામાં આવી છે કે બહુ ઓછા દેશોના ક્લાઈમેટ ચેન્જ એક્શન રિપોર્ટમાં ગર્ભવતી મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર પડતી અસરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં વિશ્વભરમાં કાર્બન ગેસના ઉત્સર્જનને ઘટાડવા અને બાળકો તથા મહિલાઓના સ્વાસ્થ્ય માટે સલામતીનાં પગલાં પર ભાર મૂકવામાં આવ્યો છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)માં યુનિવર્સલ હેલ્થ કવરેજ, લાઈફ કોર્સના આસિસ્ટન્ટ ડાયરેક્ટર-જનરલ, બ્રુસ આઈલવર્ડે જણાવ્યું હતું કે, “આબોહવા પરિવર્તન આપણા બધાના અસ્તિત્વનો ખતરો છે. તેમણે કહ્યું હતું કે, “બાળકોના ભવિષ્યને જળવાયુ પરિવર્તનના ખતરાથી બચાવવાની જરૂર છે. આ માટે જરૂરી પગલાં ભરવાની જરૂર છે.”

આયલવર્ડે ભારપૂર્વક જણાવ્યું છે કે, વર્ષ 2023માં જળવાયુ પરિવર્તનની નકારાત્મક અસરને કારણે ઘણી કુદરતી આફતોનો સામનો કરવો પડ્યો છે. જંગલમાં આગ, પૂર, ગરમીનું મોજું અને દુષ્કાળના કારણે ખાસ કરીને લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. પાકને નુકસાન થયું છે, જ્યારે પાલતુ પ્રાણીઓ મૃત્યુનું જોખમ પણ વધ્યું છે. તેમણે કહ્યું કે, સતત કથળતી હવાની ગુણવત્તા અને અત્યંત ગરમ વિશ્વમાં કોલેરા, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગોનો ફેલાવો વધ્યો છે. આ ચેપ બાળકો અને સગર્ભા સ્ત્રીઓ માટે જીવલેણ છે.

યુનાઈટેડ નેશન્સ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં એ પણ સાબિત થયું છે કે ક્લાઈમેટ ચેન્જની અસર માતાના ગર્ભમાં જ શરૂ થઈ જાય છે. આનાથી સગર્ભાવસ્થા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે જેમ કે અકાળ જન્મ, ઓછું જન્મ વજન અને મૃત જન્મ. તેમજ બાળકોના શરીર અને મગજના વિકાસને અસર થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code