અમદાવાદઃ રાજ્યના યુવાનોમાં પોલીસ વિભાગમાં નોકરી મેળવવા માટેનો સૌથી વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે. એમાંયે પીએસઆઈની મોભાદાર નોકરી મેળવવાનું યુવકોમાં એક સ્વપ્ન હોય છે. તાજેતરમાં પીએસઆઈની ભરતી માટેની શારિરીક કસોટી લેવામાં આવી હતી. તેનું પરિણામ ગત જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવ્યું હતું. હવે બીજા તબક્કાની પ્રિલિમ પરીક્ષા આગામી તા. 6ઠી માર્ચના રોજ લેવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ગત 3 ડિસેમ્બરથી 15 કેન્દ્રો પર પોલીસ પીએસઆઈ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા લેવાયેલી PSIની શારીરિક કસોટી લેવામાં આવી હતી. જેનું પરિણામ ગત જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવ્યું હતું. શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારો હવે પ્રિલિમનરી પરીક્ષા આપશે જે આગામી 6 માર્ચના રોજ લેવામાં આવશે. IPS અધિકારી વિકાસ સહાયે ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આગામી 6 માર્ચના રોજ PSIની પ્રિલિમનરી પરીક્ષા લેવાશે. જે અમદાવાદ અને ગાંધીનગરમાં લેવામાં આવશે. દરેક પાસ થયેલા ઉમેદવારોએ પરીક્ષાની તારીખને ધ્યાને લેવી. પરીક્ષાના કોલ લેટર ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ગુજરાત પોલીસ પીએસઆઈ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા લેવાયેલી પોલીસ સબ ઈન્સપેક્ટરની શારીરિક કસોટીનું પરિણામ ગત જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવ્યું હતું. આ ભરતીમાં લાખો ઉમેદવારોએ કસોટીમાં પાસ થવા માટે પ્રયત્નો કર્યાં હતાં. પરંતુ તેમાં 96 હજારથી વધારે ઉમેદવારોએ શારીરિક કસોટી પાસ કરી હતી. હવે આ ઉમેદવારોની પ્રિલિમીનરી પરીક્ષા યોજાશે. પીએસઆઈની પરીક્ષા માટે શારિરીક કસોટીમાં ઉતિર્ણ થયેલા ઉમેદવારો પ્રિલીમમાં ઉતિર્ણ થવા માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. ઘણા ઉમેદવારો કોચિંગ ક્લાસમાં જઈને પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે.