ભારતના 44 મોટા શહેરમાં 2030માં જુના વાહનોની સંખ્યા વધીને 75 લાખ ઉપર પહોંચશે

ભારતના ઓછામાં ઓછા 10 લાખની વસ્તી ધરાવતા 44 શહેરોમાં જૂના વાહનોને ઇલેક્ટ્રિક વાહનો (EV) થી બદલીને 2035 સુધીમાં 51 અબજ લિટરથી વધુ પેટ્રોલ અને ડીઝલ બચાવી શકાય છે. આનાથી ભારતના તેલ આયાત બિલમાં અંદાજે 9.17 લાખ કરોડ રૂપિયા ($106.6 બિલિયન)નો ઘટાડો થશે. ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (TERI) ના એક નવા અભ્યાસમાં જણાવાયું છે કે […]

ગુજરાતના પેન્શનરોએ હવે હયાતીની ખરાઇ માટે બેંક કે કચેરીમાં જવું પડશે નહીં

હયાતીની ખરાઇની સેવા વિનામૂલ્યે ઘરઆંગણે જ ઉપલબ્ધ થશે પેન્શનર્સની હયાતીની ખરાઇ માટે ગુજરાત સરકારની મહત્વપૂર્ણ પહેલ રાજ્યના પાંચ લાખથી વધુ પેન્શનરોને આ સેવાનો લાભ મળશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણાંમંત્રી  કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ ગુજરાતના પેન્શનર્સના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. પેન્શનરો અને તેમાં પણ ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોને અવર-જવરમાં પડતી મુશ્કેલીઓને ધ્યાને […]

ગુજરાતમાં અસહ્ય ગરમીને કારણે વીજ વપરાશમાં રેકર્ડબ્રેક વધારો

રાજ્યમાં વીજ વપરાશ મંગળવારે 26,600 મેગાવોટને વટાવી ગયો ઊર્જા વિભાગ દ્વારા વીજળી પુરવઠોની કરાઈ સમીક્ષા સિચાઈ માટે પણ વીજ વપરાશમાં થયો વધારો ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અસહ્ય ગરમીથી છૂટકારો મેળવવા માટે લોકો પંખા. કૂલરો અને એસીનો સહારો લઈ રહ્યા છે. તેના લીધે વીજ વપરાશમાં અસામાન્ય વધારો થયો છે. મંગળવારે રાજ્યમાં […]

ગુજરાતના રેવન્યુ કર્મચારીઓ માસ સીએલ પર જતા કામગીરી ઠપ

રેવન્યુ કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે પ્રતિક હડતાળ પાડી મંગળવારે પરશુરામ જ્યંતિની રજા બાદ આજે રેવન્યુ કર્મીઓ માસ સીએલ પર ગયા, દસ્તાવેજ સહિતની કામગીરી ખોરવાતા લોકોને પડી હાલાકી ગાંધીનગર:  ગુજરાત સરકારના મહેસુલ વિભાગના કર્મચારીઓએ આજે એક દિવસ માટે સામૂહિક માસ સી.એલ. લઈને કામકાજથી અળગા રહ્યા હતા. મહેસલી કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા આખરે કર્મચારીઓએ […]

અમદાવાદમાં ઈન્દિરા બ્રિજ પાસે ફ્લેટ્સના 5માં માળે લાગી આગ, 5 લોકોએ લગાવી છલાંગ

મંગળવારે રાતના સમયે આત્રેય ઓર્ચિડ ફ્લેટ્સમાં બન્યો આગનો બનાવ એક ફ્લેટના એસીમાં બ્લાસ્ટ થયા બાદ લાગી આગ, ફાયર વિભાગે 27 લોકોનું રેસ્ક્યુ કર્યું અમદાવાદઃ શહેરના ઈન્દિરા બ્રિજ નજીક આવેલી આત્રેય ઓર્ચિડ ફ્લેટ્સના ડી વીંગના 5માં માળના એક ફ્લેટમાં આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. 5માં માળે આવેલા એક ફલેટમાં એસીમાં આગ લાગ્યા બાદ આગે ગણતરીની […]

અમદાવાદના ચંડોળા તળાવમાં આજે બીજા દિવસે પણ દબાણો હટાવાયાં, 2000 ઝૂંપડા તોડી પડાયા

ચંડોળા તળાવની એક લાખ ચો.મીટર જગ્યા ખૂલ્લી કરાવાઈ ઘણા રહિશોએ જાતે જ ઝૂંપડા ખાલી કરી દીધા હર્ષ સંઘવીનું નિવેદન, બાંગ્લાદેશીઓને પરત મોકલીશું   અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલેશન આજે બીજા દિવસે પણ ચાલુ રહ્યું હતું. પોલીસના સઘન બંદોબસ્ત સાથે મ્યુનિ.કોર્પોરેશનની ટીમોએ ગેરકાયદે બાંધકામો પર મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બુધવારે બપોર સુધીમાં કાચા-પાકા […]

ભારત આગામી 24-36 કલાકમાં લશ્કરી કાર્યવાહીની યોજના બનાવી રહ્યું છે: પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરાર

પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેની પાસે “વિશ્વસનીય ગુપ્ત માહિતી” છે કે ભારત આગામી 24-36 કલાકમાં તેના વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીની યોજના બનાવી રહ્યું છે. પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારનું આ નિવેદન પીએમ મોદીની ટોચના સંરક્ષણ અધિકારીઓ સાથેની બેઠક બાદ આવ્યું છે. આ બેઠકમાં, પીએમ મોદીએ સશસ્ત્ર દળોની વ્યાવસાયિક ક્ષમતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code