Site icon Revoi.in

ભાજપની ચૂંટણી માટેની તૈયારીઓ શરુ -બિહારમાં 24 જુને જેપી નડ્ડાની અને 29મી જૂને અમિત શાહ યોજશે રેલી

Social Share

પટના – હવે બિહારમાં પણ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એત્યારથી જ કમર કસવાનું શરુ કરી દીધી છે આગામી ચૂંટણીના ભાગરુપે બીજેપીએ ચૂંટણીનું બિગૂલ ફૂંકવાની તૈયારી કરી લધી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે 24 જૂનના રોજ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા અને 26 જૂનના રોજ ગૃહમંત્રી અનમિત શાહ બિહારમાં રેલી યોજવા જઈ રહ્યા છે.આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિતિ રહેશે તેવી શક્યતાઓ છે.

આગામી લોકસભા ચૂંટણી ધ્યાનમાં રાખીને ભાજપ સંપૂર્ણ ચૂંટણી મોડમાં  છે. બિહારમાં ભાજપની તરફેણમાં વાતાવરણ બનાવવા માટે પાર્ટીના મોટા નેતાઓ હવે મેદાનમાં આવી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આ મહિને બિહારમાં રેલીઓ યોજવા જઈ રહ્યા છે.નડ્ડા 24 જૂને અને શાહ 29 જૂને રાજ્યની મુલાકાત લેશે. દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહના નિવાસસ્થાને બુધવારે મળેલી પ્રદેશ ભાજપના કોર ગ્રુપની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, બિહાર ભાજપના ટોચના નેતૃત્વએ રાજ્યની રાજકીય પરિસ્થિતિ અને સંગઠનાત્મક તૈયારીઓ વિશે વિચારણા કરી હતી. વધુ વિગત મુજબ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહના નિવાસસ્થાને બુધવારે મળેલી પ્રદેશ ભાજપના કોર ગ્રુપની બેઠકમાં  અનેક  નિર્ણય લેવામાં આવ્યા છે. બિહાર ભાજપના ટોચના નેતૃત્વએ રાજ્યની રાજકીય પરિસ્થિતિ અને સંગઠનાત્મક તૈયારીઓ વિશે વિચારણા કરાઈ  હતી.

આ સહીત નવી દિલ્હીમાં બુધવારે લગભગ સાડા પાંચ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં રાજ્ય સંગઠનનું મુખ્ય જૂથ પણ સામેલ થયું હતું. પાર્ટી રાજ્યમાં તેના જોડાણને વધુ મજબૂત કરશે. આ સાથે તે સામાજિક અને રાજકીય સમીકરણોને મજબૂત કરવા માટે નાના પક્ષો અને સામાજિક દળોને પોતાની સાથે લાવશે.