દ્વારકામાં ફૂલડોલ મહોત્સવની તૈયારીઓ શરૂ, લોકોમાં જોવા મળ્યો ઉત્સાહ
- દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ માટે તૈયારી શરૂ
- દેવભૂમિમાં હોળી-ધુળેટી પર્વે આવતા દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા
- 18 તારીખના ફુલડોલ ઉત્સવમાં માનવ મહેરામણ ઉમટે તેવી શક્યતા
દેવભૂમિ દ્વારકા: આગામી હોળી ધુળેટી પર્વે યાત્રાધામ દ્વારકા ખાતે બહોળી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે ફુલડોલ ઉત્સવની તૈયારીના ભાગે જિલ્લા સેવા સદ્દનના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી.આ ફુલડોલ ઉત્સવ દરમ્યાન યાત્રાધામ દ્વારકા ખાતે બહોળી સંખ્યામાં યાત્રિકો-પદયાત્રિકો આવતા હોય છે, જેમની સુરક્ષા અને વ્યવસ્થા અન્વયે આ બેઠકમાં વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા સમાર્હતાએ ફુલડોલ ઉત્સવ દરમ્યાન યાત્રાધામ ખાતે આવતા યાત્રિકો અને પદયાત્રિકોની સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાને લઈ આ ઉત્સવ દરમ્યાન પદયાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે અને તેમને પાણી, આરોગ્ય, રહેણાંક સહિતની વિવિધ જરૂરી વ્યવસ્થા સરળતાથી મળી રહે તે પ્રમાણે આયોજન કરવા માટે સબંધિત વિભાગના અધિકારીઓને સૂચનો કર્યા હતા.
દ્વારકામાં બે વર્ષ બાદ હોળી ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાય રહ્યો હોય ત્યારે ભક્તોની ભીડ વધવાની શક્યતા જોવા મળી રહી છે જેને લઇને તંત્ર દ્વારા દર્શન માટે ભીડ ન થાય અને યાત્રિકોને તકલીફ ન પડે તે માટે મંડપો અને બેરીકેટ મુકવામાં આવ્યા.પાર્કિંગ એરિયાથી મંદિર સુધી મંડપો લગાવાયા તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાશે