Site icon Revoi.in

G-20 સમ્મેલનને જોરશોરમાં તૈયારીઃ રાજધાનીને સજાવવામાં આવશે

Social Share

દિલ્હી – ભારત આ વર્ષે જી 20 સમ્મેલનની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે ા મામલે ભારતમાં સમગ્ર તૈયારીઓ કરવામાં આવી રહી છે.  આગામી વર્ષે દેશની રાજધાની દિલ્હીમાં યોજાનારી G-20 સમિટને ધ્યાનમાં રાખીને, રસ્તાઓ અને ઉદ્યાનોને સજાવવામાં આવશે.

પ્રાપ્ત  જાણકારી પ્રમાણે  રાજધઆનીને સુંદર બનાવાના પ્રયત્નો ચાલુ કરવામાં આવ્યા છએ આ  જગ્યાએ લોક કલાની કૃતિઓ સ્થાપિત કરવામાં આવશે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન  ના અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી.આ બાબતે  તેમણે કહ્યું કે મહાનગરપાલિકાએ સંબંધિત વિસ્તારોની ઓળખ કરી છે અને આ કામ માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

આ સાથે જ કોર્પોરેશનના અધિકારક્ષેત્ર હેઠળના રસ્તાઓને ફૂલ પથારી અને ફૂલના કુંડાઓથી શણગારવામાં આવશે. ભારતે 1 ડિસેમ્બરના રોજ G-20નું વાર્ષિક પ્રમુખપદ સંભાળ્યું હતું. દેશભરમાં 55 સ્થળોએ 200 થી વધુ બેઠકો યોજાશે.ઉલ્લેખનીય છે કે દિલ્હી સહીત આગ્રા અને વિશ્વની ઘરોહરમાં સામેલ શહેરોને પણ શણગારવામાં આવ્યા છે.

આ સાથે જ જણાવ્યું કે  રાજધાનીના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ફૂટપાથને સુધારવાના કાર્યો, સાઈનેજ અપગ્રેડ કરવાના કાર્યો, ફ્લાયઓવર હેઠળના વિસ્તારોને સુંદર બનાવવાના ક્રયો, વધુ સારી એલઈડી લાઈટ્સ, ટ્રી લાઈટ્સ, કવર ડ્રેઈન અને તૂટેલા સ્લેબને ચેન્જ કરવાના કાર્યો હાથ ધરવામાં આવશે.