Site icon Revoi.in

ગ્લોબલ ઈન્વેસ્ટ સમિટની તૈયારીઓ – સીએમ યોગી સંભાળશે આ સમિટિનો મોરચો, જૂથોના પ્રતિનિધિઓ સાથે કરશે મુલાકાત

Social Share

લખનૌઃ- ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ (GIS-23)ને તૈયારીઓ થઈ ચૂકી છે જેના ભાગરુપે આજરોજ બુધવારે સીએમ યોગી મુંબઈ પહોચવાના છે જ્યાં તેઓ રોકાણકારો સાથે મુલાકાત કરશે, આ સમિટિ લઈને 16 દેશોમાં આયોજિત રોડ શોની સફળતા બાદ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પોતે ઘરેલુ રોડ શો પર આરંભ્યો છે.

આ સહીત સીએમ યોગી રોકાણકારો તથા સિનેમાજગતના કલાકારોને ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ વિશે માહિતી આપશે. તેમને એ પણ જણાવશે કે કેવી રીતે યુપી દેશમાં વૈશ્વિક રોકાણ માટે એક સારા સ્થળ તરીકે ઉભરી આવ્યું છે અને વિશ્વભરના રોકાણકારો યુપીમાં રોકાણ કરવા તૈયાર છે.

5 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી દેશના નવ મોટા શહેરોમાં યોજાનાર આ રોડ શોની શરૂઆત મુંબઈથી થશે. સીએમ યોગી 4 અને 5 જાન્યુઆરીએ બે દિવસ માટે ત્યાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ ઉત્તર પ્રદેશનું વિકાસશીલ ચિત્ર રાખશે અને દેશના મોટા ઔદ્યોગિક જૂથોના પ્રતિનિધિઓને મળશે અને તેમને યુપીમાં રોકાણ કરવા આમંત્રણ આપશે.

સીએમ યોગી 4 જાન્યુઆરીએ બપોરે રાજધાની લખનૌથી મુંબઈ માટે ઉડાન ભરશે, જ્યાં પહોંચ્યા પછી, તેઓ સાંજે મહારાષ્ટ્રમાં રહેતા ઉત્તર પ્રદેશના પ્રવાસીઓને મળશે. સીએમ યોગી ફિલ્મ જગતના કલાકારો અને નિર્માતાઓને પણ મળશે. તેમની સાથે ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટી બનાવવાની શક્યતાઓ અંગે ચર્ચા કરશે. 

5 જાન્યુઆરીએ સીએમ યોગીનો પ્રવાસ સવારે બેંકર્સ અને ફિનટેક સેક્ટર સાથે સંકળાયેલા લોકો સાથે વાતચીતથી શરૂ થશે. આ પછી તે મુંબઈ રોડ શોમાં ભાગ લેશે. અહીં ટાટા ગ્રૂપ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા, ગોદરેજ, આદિત્ય બિરલા ગ્રૂપ, પિરામલ એન્ટરપ્રાઈઝ, પારલે એગ્રો, જેએસડબલ્યુ ગ્રૂપ અને સ્ટાર અને ડિઝની ગ્રૂપના પ્રતિનિધિઓ મળશે.
બીજા રાઉન્ડમાં હિન્દુજા ગ્રુપ, હિન્દુસ્તાન યુનિ લિવર, અદાણી ગ્રુપ, હીરાનંદાની ગ્રુપ, ટોરેન્ટ પાવર, વોકહાર્ટ, ઈન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર્સ, રૂવા એડવાઈઝર્સ, કેકેઆર ઈન્ડિયા, હિન્દુજા ગ્રુપ, એવર સ્ટોન ગ્રુપ, હીરો સાયકલ્સ, આરપીજી એન્ટરપ્રાઈઝ, એલ એન્ડ ટી, રામકી ગ્રુપ ઓફ કંપનીઓ વગેરે મોટા ઔદ્યોગિક જૂથો અને કંપનીઓ સાથે વાતચીત કરશે.