Site icon Revoi.in

ઓડીશાના પુરીમાં જગન્નાથ યાત્રાની તૈયારી – ગૃહમંત્રી શાહે વહેલી સવારે અમદાવાદ ખાતે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરી

Social Share

દિલ્હીઃ- આજરોજ દેશભરમાં અષાઢીબીજનો પર્વ મનાવાઈ રહ્યો છે ભગવાન જગન્નાથની પ્રસિદ્ધ રથયાત્રા આજે ઓડિશાના પવિત્ર શહેર પુરીમાં કાઢવામાં આવશે. પુરીમાં દેશભરમાંથી લોકો મોટી સંખ્યામાં એકઠા થવા લાગ્યા છે.

અહીં આજના ખાસ દિવસે લાખો લોકો ‘આષાઢી બીજ’ના દિવસે દેવતાઓની ઝાંખી કરવા અને રથયાત્રાના માર્ગે નીકળતા સરઘસ માટે એકઠા થાય છે, જેમાં શણગારેલા હાથીઓ અને અનેક ફ્લોટ્સનો સમાવેશ થાય છે.આજના આ પર્વને ભારતભરમાં ઉત્તસાહભેર મનાવવામાં આવે છે જો કે ઓડિશામાં આ પર્વનું વિશેષ મહત્વ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સવારે લગભગ 4 વાગ્યે ગુજરાતના અમદાવાદ  ખાતે જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથની મંગળા આરતી કરી હતી. મંદિરના પૂજારીએ કહ્યું કે ‘મંગલા આરતી’ પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવતી છે. ભગવાન જગન્નાથ, તેમના ભાઈ ભગવાન બલભદ્ર અને બહેન સુભદ્રાના રથ સવારે લગભગ 7 વાગ્યે મંદિર પરિસરમાંથી નીકળ્યા હતા, અહીની રથયાત્રા દેશભરમાં પ્રખ્યાત છે લાખો ભક્તો અહી આ યાત્રામાં જોડાઈ છે.