વૃંદાવનમાં કુંભની તૈયારીઓનો આરંભ – પ્રયાગરાજ જેવી સ્વચ્છતા સાથે અનેક સુવિધાઓથી સજ્જ બનશે કૃષ્ણ સ્થળ
- વૃંદાવનમાં કુંભ મેળાની તૈયારીઓનો આરંભ
- પ્રયાગરાજ જેવી સ્વચ્છતા સાથે અનેક સુવિધાઓથી સજ્જ બનશે કૃષ્ણ સ્થળ
દિલ્હીઃ-આવનારા વર્ષ 2021મા ફેબ્રુઆરી મહિનામાં યમુના કિનારે યોજાનારા વૃંદાવન કુંભની વ્યવસ્થાઓ પુરજોશમાં કરવામાં આવી રહી છે. કુંભમેળાના સ્થળને વહીવટી ધોરણે પાંચ ક્ષેત્રમાં વિભાજીત કરવામાં આવ્યો છે, જેની સ્વચ્છતાની જવાબદારી 750 સફાઇ કામદારોને સોંપવામાં આવી છે.
પ્રયાગરાજ કુંભ મેળો સફાઇને કારણે ચર્ચામાં રહ્યો હતો. હવે આ જ તર્જને લઈને ભગવાન શ્રીકૃષ્ણનું સ્થળ વૃંદાવનમાં પણ સ્વચ્છકા સંદેશ આપવા માટે વહીવટી તંત્ર પર દબાણ છે. સ્વચ્છતા માટેની વ્યૂહરચના મનપા દ્વારા નક્કી કરવામાં આવી છે. વૃંદાવનની સ્વચ્છતા વ્યવસ્થા ત્રણ જુદા જુદા સ્તરે રહેશે. તેમાં કુંભ ક્ષેત્ર, પરિક્રમા ક્ષેત્ર અને વૃંદાવન શહેરી વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે
કુંભ માટે 750 સફાઇ કામદારોને બહારથી બોલાવવામાં આવી રહ્યા છે. તેમને મેળાના પાંચ સેક્ટરમાં સફાઇની જવાબદારી સોંપવામાં આવશે. હાલની સિસ્ટમ અંતર્ગત પરિક્રમાની જવાબદારી ઉજ્જવલ બ્રજ ઉપર રહેશે, જ્યારે હાલની સ્વચ્છતાની વ્યવસ્થા સાથે સાથે શહેરી વિસ્તારમાં વધારાની વ્યવસ્થા કરવામાં આવશે
મ્યુનિસિપલ કમિશનર સતેન્દ્ર કુમારનું આ તમામા બાબત અંગે કહવું છે કે કુંભ દરમિયાન શહેરી વિસ્તારમાં પણ ભીડનું દબાણ રહેશે. આવી સ્થિતિમાં સફાઇની વ્યવસ્થાને અલગથી વહેંચવામાં આવશે. આ સમય દરમિયાન સમગ્ર વૃંદાવન સ્વચ્છ રહેવું જોઈએ, આ વ્યૂહરચના હેઠળ હાલ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
વૃંદાવનમાં યોજાનારા કુંભમાં જેનર્મની લગભગ 140 જેટલી બસો દોડાવવામાં આવશે. કુંભ સ્નાનમાં મુસાફરોની સુવિધા માટે આ બસો લગાવવામાં આવશે. ફેબ્રુઆરીથી, સંતો, મહંતો અને ભક્તો વૃંદાવનના કુંભમાં સ્નાન માટે એકત્ર થશે. જેઓ આ કુંભમાં આવે છે તેઓને અસુવિધા ન થાય તેની ખાસ કાળજી પણ લેવામાં આવી રહી છે. તેમના આગમન માટે લગભગ 140 જેનર્મ ની વ્યવસલ્થા કરવામાં આવી છે
આ તમામ બસો રેલવે સ્ટેશન, મથુરાના બસ સ્ટેન્ડ અને વૃંદાવનના સ્તંભ પાસેથી મળી શકશે. કુંભમાં જેનર્મની મિની બસની વ્યવસ્થા કરાઈ રહી છએ જેથી ટ્રાફિકની સમસ્યાઓ ઓછી સર્જાય બાબતે ડેપો દ્વારા પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.
સાહિન-