Site icon Revoi.in

રાજકોટમાં પણ રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી, પ્રશાસનનો સુરક્ષાને લઈને જોરદાર બંદોબસ્ત

Social Share

રાજકોટ: હાલ ભગવાન જગન્નાથની રથયાત્રાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે અત્યારથી જ રાજકોટ શહેરમાં આવેલા ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મહત્વનું છે કે આ રથયાત્રામાં સામજિક અને રાજકીય ક્ષેત્રના અનેક મહાનુભાવો, પોલીસ કમિશનર તેમજ દેશભરમાંથી સાધુ સંતો જોડાશે.

રથયાત્રાની વાત કરીએ તો 30 જુનના રોજ સાંજે 4 વાગ્યે ભગવાન જગન્નાથજીનો અભિષેક કરવામાં આવશે. રાત્રે 8 વાગ્યે નેત્રવિધી અને મામેરા દર્શન રાખવામાં આવશે જે પૂર્ણ થયા બાદ મહા પ્રસાદ પણ રાખવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે.

રથયાત્રાનો પ્રારંભ અષાઢી બીજ 1 જૂલાઇના રોજ સવારે 7:00 વાગે થશે. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળ બાદ આ વર્ષે ભગવાન જગન્નાથજીની ધામધૂમથી રથયાત્રા કાઢવામાં આવશે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. રાજકોટમાં હાલ જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.જગન્નાથ મંદિરના મહંતની આગેવાની હેઠળ આ વર્ષે અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે.