ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂઃ પાંચ દિવસમાં સામાન્ય વરસાદની આગાહી
અમદાવાદઃ ભારતમા ચોમાસુ બેસી ગયું છે હાલ ચોમાસુ આગળ વધી રહ્યું છે. તા. 12થી 14મી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાની શકયતા છે. દરમિયાન હાલ પ્રિમોન્સૂન એક્ટિવીટી જોવ મલે છે. જેના કારણે આગામી પાંચ દિવસમાં રાજ્યમાં અનેક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગહી વ્યક્ત કરાઈ છે. 11 જૂનથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે. જેને કારણે 14 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં અને 15થી 25 જૂન વચ્ચે ગુજરાતના અન્ય ભાગોમાં ચોમાસાનો પ્રારંભ થવાની શક્યતા છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં સવારથી આકાશ વાદળછાયુ રહ્યું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર અરેબિયન સમુદ્રમાં 10 જૂનથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં પવન વધુ તેજ ગતિએ ફૂંકાશે. જેના પગલે અમદાવાદ, દાહોદ, અરવલ્લી, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી ૩ દિવસ દરમિયાન ગાજવીજ સાથે વરસાદની અથવા ધૂળની ડમરી સાથે પવન ફૂંકાવવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ વર્ષે સારા વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે.
હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે આ વર્ષે ચોમાસુ ખેડૂતો માટે મદદગાર સાબિત થઈ શકે છે. દક્ષિણ-પશ્ચિમ મોનસૂનને કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર જુનમાં વરસાદ સામાન્ય રહેશે. આ દરમિયાન ખેડૂતો વાવેતર કરી શકે છે. આ વર્ષે જુનથી સપ્ટેમ્બર સુધી દેશમાં લગભગ 101 ટકા વરસાદ વરસી શકે છે.