Site icon Revoi.in

દેશભરમાં 20 કરોડથી વધુ ધ્વજ લહેરાવાની તૈયારીઓ જોરશોરમાં – અનેક ફેક્ટરીમાં બની રહ્યા છે લાખો તિરંગાઓ, આ માટે 200 કરોડનું બજેટ

Social Share

દિલ્હીઃ- દેશ 75મો આઝાદીનો પર્વ મનાવી રહ્યો છે ત્યારે દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ લાખોની સંખ્યામાં તિરંગાઓ બનાવવામાં આવી રહ્યા છે .આવી સ્થિતિમાં અનેક ફેક્ટરીઓમાં કપડા બનાવાનું કાર્ય બંધ કરીને તિરંગાઓ નિર્માણ કરવામાં આવી રહ્યા છે જેના પરથી અંદાજો લગાવી શકાય છે કરોડોની સંખ્યામાં દેશભરમાં તિરંગો લહેરાવાની તૈયારીઓ જોરશોરમાં થઈ રહી છે.

‘હર ઘર ત્રિરંગા’ કાર્યક્રમ અંતર્ગત દેશભરમાં 40 કરોડ ધ્વજ લહેરાવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ધ્વજ પણ ખૂબ જ ઓછા સમયમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. 200 કરોડથી વધુનો ખર્ચ આ ધ્વજ બનાવવામાં થી રહ્યો છે. સરકારે ધ્વજ સંબંધિત કાયદામાં પણ ફેરફાર કર્યા છે. નોઈડાની ગારમેન્ટ ફેક્ટરીના દરજી પેન્ટ શર્ટને બદલે ભારતના ધ્વજ તૈયાર કરવામાં વ્યસ્ત જોવા મળ્યા છે.

નોઈડામાં નાના-મોટા ત્રણ હજારથી વધુ કારખાનાઓને પશ્ચિમ ઉત્તર પ્રદેશના અડધો ડઝન જિલ્લાઓમાં 50 લાખથી વધુ ફ્લેગ્સ સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો છે, તેથી નોઈડા એપેરલ એસોસિએશનના પ્રમુખ  પોતે ધ્વજ તૈયાર કરવામાં વ્યસ્ત  જોવા મળ્યા છે. યુપી સરકારે 2 કરોડ ફ્લેગ્સનો તેઓને ઓર્ડર આપ્યો છે, હાલ અહીં 50 લાખ ફ્લેગ્સ તૈયાર કરાવમાં અહી આવી રહ્યા છે.

તેઓએ વધુમાં જણાવ્યું  કે મારી અહીં 3500 ફેક્ટરીઓ છે, અહી તમામ તિરંગાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છીએ. આ સાથે જ માહિતી આપવામાં આવી છે કે તિરંગામાં વપરાતું આ કાપડ સુરતથી મંગાવવામાં આવી રહ્યું છે જેને સાફ સફાઈ કરીને તિરંગાઓ બનાવાઈ રહ્યા છે.જો ધ્વજની કિમંતોની વાત કરીએ તો  એક ધ્વજની કિંમત લગભગ 20 રૂપિયા છે. તેથી, 20 કરોડ ધ્વજ ખરીદવા માટે, 200 કરોડથી વધુનું બજેટ જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે  દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ ક્રમમાં સરકારની સૂચના અનુસાર સ્વેચ્છાએ ધ્વજ ખરીદવા માટે કહેવામાં આવ્યું છે. સરકારના દરેક ઘરમાં તિરંગો લગાવવાનો કાર્યક્રમ 13 થી 15 ઓગસ્ટ સુધી ચાલનાર છે