બધા કપલ માટે વેલેન્ટાઈન ડે ખૂબ ખાસ હોય છે. આ દીવસે લોકો પોતાના પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવવા માટે ઘણી વસ્તુઓ કરે છે. ઘણા લોકો તેમના પાર્ટનરને ડેટ પર લઈ જાય છે, અને તેની સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે. આ સાથે જ ઘણા લોકો પોતાના હાથથી કંઈક તૈયાર કરીને પોતાના પાર્ટનરને ખવડાવે છે. ચોકલેટ ડે વેલેન્ટાઈન વીકના ત્રીજા દીવસે 9 ફેબ્રુઆરીએ ઉજવવામા આવે છે. આ દીવસે પ્રેમી કપલ એક બીજાને ચોકલેટ આપે છે. જેથી પ્રેમની મીઠાસ આ ચોકલેટ જેવી રહે.
જો તમારા પાર્ટનરને ચોકલેટ આવાનું પસંદ છે, તમે તેના ચોકલેટ ડેને ખાસ બનાવવા માગો છો, તો તમે તેના માટે અગાઉથી ચોકલેટ કુકીઝ તૈયાર કરી શકો છો. તમે તમારા પાર્ટનરને ચોકલેટ ડે પર પહેલાથી તૈયાર કરેલી કુકીઝ આપીને ખુશ કરી શકો છો.
• કૂકીઝ બનાવવાનો સામાન
1 કપ લોટ
1/2 કપ માખણ
1/2 કપ ખાંડ
1/4 કપ કોકો પાવડર
1/4 ટીસ્પૂન વેનીલા એસેન્સ
1/4 કપ દૂધ
ઘરે ચોકલેટ કુકીઝ બનાવવા માટે એક મોટા બાઉલમાં માખણ ઓગાળી લો, પછી માખણમાં ખાંડ ઉમેરો અને સારી રીતે ભેગુ થઈ જાય જેથી તે સારી રીતે ઓગળી જાય. હવે તેમાં વેનીલા એસેન્સ ઉમેરો અને ફરીથી સારી રીતે મિક્સ કરો.હવે તેમાં લોટ અને કોકો પાવડર ઉમેરો. તેને બરાબર મિક્ષ કરીને ધીમે ધીમે તેમાં દૂધ ઉમેરો. દૂધ બરાબર મિક્સ થઈ જાય એટલે તેને કણકની જેમ મસળી લો.
ધ્યાન રાખો કે આ મિશ્રણ બહુ પાતળું કે બહુ ચુસ્ત ન હોવું જોઈએ. મિશ્રણ તૈયાર થયા બાદ તેનો એક બોલ બનાવીને મનપસંદ આકાર આપો.
જો તમે આને ચોકલેટ ડે માટે તૈયાર કરી રહ્યા છો, તો તમે આ કૂકીઝને હાર્ટ શેપ આપી શકો છો. કૂકીઝને શેપ આપ્યા પછી, બેકિંગ પેપરને માઇક્રોવેવ ટ્રે પર ફેલાવો અને તેમાં તૈયાર કરેલી કૂકીઝ મૂકો.
આ પછી, તેમને પ્રીહિટેડ ઓવનમાં 180 ડિગ્રી સેલ્સિયસ પર 12-15 મિનિટ માટે બેક કરો. એકવાર બેક થઈ જાય, કૂકીઝને ઠંડી થવા દો અને પછી તેને સ્ટોર કરો.