ઓછા સમયમાં તૈયાર કરો લીલા મરચાનું અથાણું, ખૂબ જ સરળ રેસીપી
તમે પણ ટેસ્ટી મરચાંનું અથાણું ખાવા માંગો છો, તો તમે આ સરળ રેસિપી ફોલો કરી ઓછા સમયમાં બનાવી શકો છો. અથાણું દરેક ખોરાકનો સ્વાદ વધારે છે. તમે ઘરે અનેક પ્રકારના અથાણાં બનાવી શકો છો.
લીલા મરચાના અથાણાની રેસિપી વિશે જાણો, તે બનાવવી ખૂબ જ સરળ છે. સૌ પ્રથમ તમારે લીલા મરચાને ધોઈને સૂકવી લેવાના છે, પછી એક કાચની બરણીમાં લીલાં મરચાં, મીઠું, એક ટેબલસ્પૂન સરસવનું તેલ નાખીને બરાબર મિક્ષ કરી લો.
હવે આ બરણીને ઢાંકીને 3 થી 4 દિવસ સુધી રાખો 4 દિવસ પછી એક પેનમાં બે ચમચી સરસવનું તેલ નાખીને ગરમ કરો. તેમાં હિંગ, સરસવ, કાળી સરસવ, મેથીના દાણા, હળદર અને લાલ મરચું પાવડર નાખીને 5 થી 7 મિનિટ સુધી સાંતળો.
આ તડકાને અથાણાંમાં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે તમારું અથાણું સંપૂર્ણપણે તૈયાર છે. તમે તેને ફ્રીઝરમાં રાખી શકો છો.