ખુબ ઓછા સમયમાં ઘરે તૈયાર કરો આ ખાસ લાડું, ઈમ્યુનિટી સ્ટ્રોંગ કરવામાં કરશે મદદ
જો તમે પણ એવી વસ્તુ શોધી રહ્યા છો જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય તો તમે આ ખાસ લાડુ ઘરે જ ઓછા સમયમાં બનાવી શકો છો. તે ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે. ઈમ્યુનિટી સ્ટ્રોંગ કરવા માટે તમે ઘરે બનેલા આ ખાસ ટેસ્ટી લાડું ટ્રાય કરી શકો છો.
અંજીરના લાડુમાં ફાઈબર, આયર્ન, પોટેશિયમ અને વિટામિન જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે, જે ઈમ્યુનિટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે. અંજીરના લાડુ બનાવવા માટે અંજીરને ગરમ પાણીમાં ત્રણથી ચાર કલાક પલાળી રાખો, પછી તેને ગાળી લો.
હવે અંજીરને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવો, પછી એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં અંજીરની પેસ્ટ ઉમેરો. આ પેસ્ટને પેનમાં 10 મિનિટ માટે શેકી લો, પછી તેમાં ડ્રાય ફ્રૂટ્સ, એલચી પાવડર, ખોવા અને થોડી ખાંડ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
આ મિશ્રણને સારી રીતે મસળી લો અને પછી તેને નાના ભાગોમાં વહેંચો અને ગોળ આકારના લાડુ બનાવો. હવે તમે આ લાડુ સર્વ કરી શકો છો.