Site icon Revoi.in

ઓછા સમયમાં ઘરે તૈયાર કરો આ ટેસ્ટી કારેલાનું અથાણું, સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક

Social Share

અથાણું ખાવાનો સ્વાદ બમણો કરે છે. એવામાં મોટાભાગના લોકો ખાવાની સાથે અથાણાનું સેવન કરે છે. એક એવા અથાણાની વાત કરીએ જે ખાવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

• ડાયાબિટીસના દર્દીઓ માટે ટેસ્ટી અથાણું
તેનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ અથાણું એટલું સ્વાદિષ્ટ હોય છે કે કેટલાક લોકો તેને સીધું ખાવાની સાથે ખાય છે.

• કારેલાનું અથાણું
કારેલા ખાવામાં ખૂબ જ કડવા હોય છે. પણ તેનું અથાણું ભોજનને ટેસ્ટી બનાવે છે. જો ડાયાબિટીસના દર્દીઓ કારેલાનું અથાણું ખાય તો તેમનું સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

• કારલાનું અથાણું બનાવવાની સામગ્રી
1 કિલો કારેલા (કાપીને નાના ટુકડામાં), બે કપ સરસવનું તેલ, એક કપ મેથીના દાણા, એક કપ રાઈ, એક કપ નીગેલા, એક ચમચી જીરું , ધાણા તમે હળદર, લાલ મરચું પાવડર, એક ચપટી હિંગ, સ્વાદ મુજબ મીઠું, એક કપ લીંબુનો રસ, બે થી ત્રણ બારીક સમારેલાં લીલાં મરચાં

• કારેલાનું અથાણું બનાવવાની રીત
કારેલાનું અથાણું બનાવવા માટે પહેલા તમારે મસાલો તૈયાર કરવાનો છે. આ માટે એક કડાઈમાં સરસવનું તેલ ગરમ કરી તેમાં મેથીના દાણા, સરસવ, નીગેલા, વરિયાળી, જીરું અને ધાણા નાખીને આછું સોનેરી થવા દો. હવે શેકેલા મસાલાને ઠંડુ કરીને મિક્સરમાં પીસી લો. હવે અથાણાનું મિશ્રણ તૈયાર કરો, તેના માટે તમારે એક મોટા બાઉલમાં સમારેલો કારેલાને લઈ તેમાં મીઠું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, હિંગ, લીંબુનો રસ અને બધા મસાલાને મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને બરાબર મિક્ષ કરી લો.